તપાસ:કાપોદ્રામાં રત્નકલાકાર પર હીરા બદલી કરવાનો આક્ષેપ થતાં કારખાનાના ત્રીજા માળેથી ઝંપલાવ્યું

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારખાનેદાર પૈસાની માંગણી કરતો હોવાથી ટેન્શનમાં પગલું ભર્યું

મોટા વરાછામાં રહેતા રત્નકલાકારે કાપોદ્રામાં હીરાના કારખાનાના ત્રીજા માળેથી કુદી જીવન ટૂંકાવી લીધું હતું. રત્નકલાકાર હીરાનો બદલો મારતો હોવાના આક્ષેપ સાથે કારખાનેદારે પૈસાની માંગણી કરી હતી. જેના ટેન્શન માં રત્નકલાકારે આપઘાતનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે.

મોટા વરાછા શિવધારા કેમ્પસમાં રહેતા હાર્દિકભાઈ ચંદુભાઈ નાવડીયા(37) કાપોદ્રા માધવબાગ સોસાયટીના યોગી જેમ્સ નામના હીરાના કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતા હતા. શનિવારે બપોરે હાર્દિકભાઈએ કારખાનાના ત્રીજા માળેથી પડતું મૂકી દીધું હતું હતું. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

હાર્દિકભાઈ હીરાનો બદલો મારતા હોવાના આક્ષેપ સાથે તેમના કારખાનેદાર જીજ્ઞેશભાઈએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરીને પૈસાની માંગણી કરતા હાર્દિકભાઈએ પૈસા માટે 2 દિવસનો સમય માગ્યો હતો. પરંતુ કારખાનેદાર ન માનતા હાર્દિકભાઈએ માનસિક તણાવમાં આવીને પગલું ભરી લીધુ હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સંદર્ભે પોલીસે હાલ ગુનો નોંધીને આ મામલે તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...