કોરોના સુરત LIVE:3 વિદ્યાર્થી, રત્નકલાકાર, ડોક્ટર કોરોનાગ્રસ્ત, કેસમાં નજીવો ઘટાડો, એક્ટિવ કેસ ઘટીને 525 થયા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં 2,08,552 લોકોને કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં ગઈકાલે નવા 72 કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના ઘટી રહેલા કેસો વચ્ચે શહેરમાં 55 અને જિલ્લામાં 24 મળી શહેર-જિલ્લામાં 79 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 525 થઈ છે. 3 વિદ્યાર્થીઓ, રત્નકલાકાર, ડોક્ટર સહિતના લોકો સંક્રમિત થયા છે.

74 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ
શહેરમાં 49 અને જિલ્લામાં 23 કેસ સાથે શહેર જિલ્લામાં ગતરોજ કોરોનાના વધુ 72 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,08,552 થઈ છે. શહેરમાં 55 અને જિલ્લામાં 24 મળી શહેર- જિલ્લામાં 79 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 2,05,786 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 546 થઈ
શહેરમાં ઘટી રહેલા પોઝિટિવ કેસોને પગલે એક્ટિવ કેસમાં પણ ઘીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં 347 અને જિલ્લામાં 178 સાથે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 525 થઈ છે. શહેરમાં સામે આવેલા પોઝિટિવ કેસમાં રત્નકલાકાર, ડોક્ટર, ડ્રાઈવર, 3 વિદ્યાર્થીઓ, 2 નર્સ, હાઉસકિપીંગ સ્ટાફ તેમજ અન્ય નોકરીયાતો સહિતના સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...