• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Jeweler Commits Suicide By Jumping From Third Floor On Suspicion Of Diamond Exchange In Surat, Case Filed Against Manufacturer

રત્નકલાકારના આપઘાતના CCTV:સુરતમાં હીરા હેરાફેરીનો આક્ષેપ થતાં ત્રીજા માળેથી કૂદી આપઘાત કર્યો, નાના ભાઈએ લડત ચલાવી

સુરત2 દિવસ પહેલા

સુરતના કાપોદ્રા સ્થિત યોગી જેમ્સના ત્રીજા માળેથી કૂદકો મારી રત્નકલાકારની આત્મહત્યા કરી હતી. આ બનાવમાં રત્નકલાકાર પર ચોરીનું આળ મૂકી અન્ય કારીગરો સામે તેના કપડાં કઢાવી બળજબરીથી લખાણ લેનાર કારખાનાના માલિક અને બે મેનેજર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો કારખાનાના સીસીટીવી ફુટેજમાં ખુલાસાને પગલે ઘટનાના અઢી મહિના બાદ નોંધાયો છે.હાલ સમગ્ર આપઘાતના સીસીટીવી સામે આવ્યાં છે. જેમાં કુદતા અગાઉ રત્નકલાકાર સીડી ચડ્યા બાદ અચાનક ઉતરતો દેખાય છે.

56 દિવસ બાદ ગુનો નોંધાયો
કંપનીના માલિક સામે સતત ફરિયાદ કરવા માટે લડત ચલાવનાર મૃતક રત્નકલાકારના ભાઈ કિરણભાઈએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં પોલીસે સતત બે મહિના સુધી યોગી જેમ્સના માલિક જીગ્નેશ અને બંને મેનેજરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મેં અનેક વાર રજૂઆત કરી છતાં તેઓએ માત્ર અકસ્માત મોતનો ગુનો જ નોંધી તપાસ કરતા હતા. આગળની કોઈ જ તપાસ કરતા ન હતા. આખરે મેં જાતે તપાસ શરૂ કરી કોર્ટમાં અરજી કરી હતી. 56 દિવસ બાદ કોર્ટ દ્વારા આ મારા ભાઈના આપઘાતની ઘટનામાં કંપનીના માલિક અને અન્ય બે મેનેજર સામે દૂષ્પ્રેરણાનો ગુનો નોંધવા માટે કાપોદ્રા પોલીસને જણાવ્યું છે.

કોર્ટના આદેશ બાદ ગુનો નોંધાયો
કિરણભાઈએ જણાવ્યું હતું કે કંપનીના માલિક અને બે મેનેજર સામે હું સતત એફઆઇઆર દાખલ કરવા માટે પ્રયાસ કરતો હતો પરંતુ પોલીસે ફાયર નોંધતી ન હતી. અને આ તમામે એફઆઈઆર દાખલ થતા પહેલા જ આ કેસના આગોતરા જામીન મુક્યા હતા. ત્યારે આ વાતની જાણ થતા જ જજ સમક્ષ નોંધ મૂકી હતી કે આ કેસમાં હજુ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી અને આરોપીઓએ ગંભીર ગુનો કર્યો હોવાથી બચવા માટે આગોતરા મુક્યા છે. આ સાથે તમામ પુરાવા પણ રજૂ કર્યા હતા. જેથી જજે કાપોદ્રા પોલીસ મથકના પીઆઇને રૂબરૂ બોલાવ્યા હતા. જેથી આખરે સમગ્ર કેસમાં કાપોદ્રા પોલીસે યોગી જેમ્સના માલિક જિજ્ઞેશભાઇ રવજીભાઇ ચલોડીયા તથા બે મેનેજરો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.

મૃતકના નાના ભાઈએ ચલાવી ખૂબ જ લાંબી લડત
કાપોદ્રા પોલીસ દ્વારા આ ગુનામાં અકસ્માત મોતનો ગુનો નોંધ્યા બાદ કોઈપણ પ્રકારની તપાસ કરતા ન હતા તેવા આક્ષેપ મરનારના નાના ભાઈ દ્વારા લગાવવામાં આવી રહ્યા હતા. મૃતકના નાનાભાઈ કાપોદ્રા પોલીસને અનેક વખત કંપનીના માલિક સામે ગુનો નોંધવા માટે જણાવતા હતા પરંતુ મૃતકનાભાઇ કિરણભાઈને પોલીસે એફઆઈઆર નોંધવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ આ કેસમાં પોલીસનું કામ કિરણભાઈએ કર્યું હતું. હાર્દિકભાઈના આપઘાત બાદ કિરણભાઈ પોલીસ ફરિયાદ આપવા કાપોદ્રા પોલીસમાં ગયા ત્યારે પોલીસે આ નોર્મલ મારામારી છે. આમા ફરિયાદ દાખલ ન થાય કહી કાઢી મુક્યા હતા. જેથી કિરણભાઈએ પોલીસ કમિશનરને ખાતાના સીસીટીવી ચેક કરાવવા માટેની માંગણી કરતા કાપોદ્રા પોલીસે ખાતાના સીસીટીવી ફૂટેજ મંગાવી કિરણભાઈને પોલીસ સ્ટેશનમાં બેસીને જ ચેક કરવાની પરમિશન આપી હતી.

મૃતકના ભાઈ દ્વારા 60 પાનાની નોટ તૈયાર કરાય
આ અંગે કિરણભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જ સતત છ દિવસમાં કુલ 26 કલાક પોલીસ સ્ટેશનમાં બેસી તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.જ્યાં પણ ગંભીર દેખાતું હોય તેવી સેકન્ડોની નોંધ કરી 60 પાનાની નોટ તૈયાર કરી હતી. આ નોટ કાપોદ્રા પીઆઇ ચૌધરીને આપી હતી અને ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું. ત્યારે પણ પીઆઈએ અમે ચેક કરીશું અને જો ગંભીર લાગશે તો જ ફરિયાદ દાખલ કરીશું કહી ઘરે મોકલી દીધા હતા.

દાદર ચડતો યુવક અચાનક નીચે ઉતરીને કુદી ગયો હતો.
દાદર ચડતો યુવક અચાનક નીચે ઉતરીને કુદી ગયો હતો.

યોગી જેમ્સમાં કામ કરતો હતો
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ગારીયાધારના રતનવાવના વતની અને સુરતમાં મોટા વરાછા શિવધારા કેમ્પસ ઘર નં.બી-101 માં રહેતા તેમજ અડાજણ ખાતે વિઝાની ઓફિસ ધરાવતા 34 વર્ષીય કિરણભાઇ ચદુંભાઇ નાવડીયાના મોટા ભાઈ હાર્દિક ( ઉ.વ.38 ) કાપોદ્રા માધવબાગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સ્થિત યોગી જેમ્સમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા.

લપસીને પડ્યાનું જુઠ્ઠાણું ચલાવાયું હતુ
ગત 9 સપ્ટેમ્બરના રોજ કિરણભાઈ સાળંગપૂર ખાતે દર્શન કરવા ગયા હતા.બીજા દિવસે સવારે તે ઘરે પરત ફરતા હતા ત્યારે કોઈ મહિલાએ ફોન કરી જાણ કરી હતી કે તેમના ભાઈ હાર્દિક કારખાનામાં લપસી જતા પડી ગયા છે.ઘરે પહોંચતા કિરણભાઈને જાણ થઈ હતી કે કારખાનામાં હાર્દિકભાઈની ઉપર ચોરીનો આળ મૂકી પુછપરછ કરતા તેમણે કારખાનાની બારીમાંથી પડતું મુકતા તેમનું મોત થયું છે.આથી તેમણે યોગી જેમ્સ જઈ બનાવ અંગે પૂછ્યું હતું પણ ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહોતો. ઉપરાંત, અંતિમવિધિ બાદ કારખાનાના સીસીટીવી ફૂટેજ જોવા માંગ્યા તો તે જોવા દીધા નહોતા.

કંઈક માઠું લાગી ગયા બાદ કુદી ગયો હોય તેવું સામે આવ્યું છે.
કંઈક માઠું લાગી ગયા બાદ કુદી ગયો હોય તેવું સામે આવ્યું છે.

લાંછન લાગ્યું હતું
દરમિયાન, કાપોદ્રા પોલીસે આ બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજ મેળવ્યા તો તેમાં હીરાના પેકેટની ચોરીનો ખોટો આરોપ મુકી કારખાનાના માલિક જિજ્ઞેશભાઇ રવજીભાઇ ચલોડીયા તથા બીજા બે મેનેજરોએ અન્ય કારીગરોની હાજરીમાં હાર્દિકભાઈના કપડાં કઢાવી તેમની આબરૂને લાંછન લગાડયું હતું.

કોરા કાગળ પર લખાણ લેવાયું હતું
તેમજ તેમનું ડેબીટ કાર્ડ તેમજ પીન નંબર મેળવી દબાણ કરી કોરા કાગળ ઉપર કંઇક લખાણ કરાવી માર મારતા તે આઘાતમાં તેમણે કારખાનાના ત્રીજા માળેથી કારીગરોની નજર બહાર બારીમાંથી કુદકો મારી આત્મહત્યા કરી હતી.આ હકીકતને પગલે કાપોદ્રા પોલીસે ગતરોજ કિરણભાઈની ફરિયાદના આધારે યોગી જેમ્સના માલિક જિજ્ઞેશભાઇ રવજીભાઇ ચલોડીયા તથા બે મેનેજરો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા માળેથી કુદતો સીસીટીવીમાં કેદ થયો હતો.
ત્રીજા માળેથી કુદતો સીસીટીવીમાં કેદ થયો હતો.

બદલો મારતાના આક્ષેપ હતા
મોટા વરાછામાં રહેતા રત્નકલાકારે કાપોદ્રામાં હીરાના કારખાનાના ત્રીજા માળેથી કુદી જીવન ટૂંકાવી લીધું હતું. રત્નકલાકાર હીરાનો બદલો મારતો હોવાના આક્ષેપ સાથે કારખાનેદારે પૈસાની માંગણી કરી હતી. જેના ટેન્શન માં રત્નકલાકારે આપઘાતનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...