ટાયર ફાટતા મોત:સુરતની ખજોદ ડિસપોઝલ સાઈટ પર JCBનું ટાયર ફાટતાં સફાઈ કર્મચારીનું મોત, 3 મહિના પહેલાં લગ્ન થયા હતા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સફાઈ કામદારના મોતથી પરિવાર શોકમાં ગરક થયુ હતું - Divya Bhaskar
સફાઈ કામદારના મોતથી પરિવાર શોકમાં ગરક થયુ હતું
  • પરિવારે આક્ષેપ સાથે કહ્યું-સફાઈ કર્મચારી પાસે પંચર અને રિપેરિંગના કામો કરાવાતા હતા

સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસપોઝલ સાઈટ પર JCBનું ટાયર ફાટયું હતું. જેથી પાલિકામાં સફાઈ કર્મચારી તરિકે નિયુક્ત થયેલા યુવકનું મોત નીપજ્યું હતું. સફાઈ કર્મચારીના મોતને પગલે પરિવારે ભારે આક્ષેપ કર્યા હતાં. 3 મહિના પહેલાં જ લગ્નજીવનની શરૂઆત કરનાર શૈલેષ સોનવાડિયાના પરિવારે આક્ષેપ સાથે કહ્યું કે, સફાઈ કર્મચારી તરિકે નિયુક્તિ થઈ હોવા છતાં વાહનોના પંચર અને રિપેરિંગના કામો કરાવવામાં આવતાં હતાં. જેથી પાલિકાની લાપરવાહીથી મોત થયું છે.

પરિવારે આક્ષેપ સાથે કહ્યું કે, શૈલેષ પાસે અન્ય વિભાગના કામો કરાવાતા હતા
પરિવારે આક્ષેપ સાથે કહ્યું કે, શૈલેષ પાસે અન્ય વિભાગના કામો કરાવાતા હતા

13 અપ્રિલે જન્મદિવસ ઉજવેલો
2017માં પાલિકાના કાયમી સફાઈ કર્મચારી તરિકે શૈલેષ સોનવાડિયાની નિયુક્તિ થઈ હતી. શૈલેષ સોનવાડિયાની ખજોદ ડિસપોઝલ સાઈટ પર નિમણૂક થઈ હતી. ત્યારે ગત 13મીએ જન્મદિવસની ઉજવણી કરનાર શૈલેષનું અચાનક JCBનું ટાયર ફાટતા મોત નીપજ્યું હતું. જેથી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતાં પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો.

પાલિકાની બેદરકારીના કારણે શૈલેષનું મોત થયાના આક્ષેપ કરાયા હતાં.
પાલિકાની બેદરકારીના કારણે શૈલેષનું મોત થયાના આક્ષેપ કરાયા હતાં.

બહેને બેદરકારીના આક્ષેપ કર્યા
શૈલેષના મોતને લઈને પરિવારના સભ્યોએ સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું. શૈલેષની બહેને પાલિકા પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, શૈલેષની નિમણૂક સફાઈ કામદાર તરિકે થઈ હોવા છતાં તેની પાસે અન્ય વિભાગના કામો કરાવવામાં આવતાં હતાં. જેથી પાલિકાની બેદરકારીના કારણે માર ભાઈનું મોત થયું છે. જેથી જવાબદાર સામે યોગ્ય પગલા લઈને અમને ન્યાય અપાવવામાં આવે એ જ અમારી માગ છે.