રિજનલ:જયંતસેનસૂરિજી જૈન શાસનના સુવર્ણ ગ્રંથ સમાન છે: વૈભવરત્ન વિજયજી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જયંતસેનસૂરિશ્વરજીને ભારતમાં સર્વપ્રથમ વખત ‘રાષ્ટ્રસંત’નું બિરૂદ પ્રદાન કરવામાં આવ્યું છે. - Divya Bhaskar
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જયંતસેનસૂરિશ્વરજીને ભારતમાં સર્વપ્રથમ વખત ‘રાષ્ટ્રસંત’નું બિરૂદ પ્રદાન કરવામાં આવ્યું છે.
  • આ. જયંતસેનસૂરિશ્વરજી મહારાજાના અવતરણ દિવસ પર ગુરૂ ગુણાનુવાદ કરાયો

આચાર્ય જયંતસેનસૂરિશ્વરજીના અવતરણ દિવસ નિમિત્તે ગ. આ. નિત્યસેનસૂરિશ્વરજી તેમજ આ. જયરત્નસૂરિશ્વરજીના આજ્ઞાનુવર્તી મુનિરાજ વૈભવરત્ન વિજયજી તથા સાધ્વી વિરાગનિધિજી આદિઠાણાની નિશ્રામાં ગુણાનુવાદનું આયોજન કરાયું હતું. જેમાં મુનિરાજ વૈભવરત્ન વિજયજીએ આ. જયંતસેનસૂરિશ્વરજીના ગુણોને રજૂ કરતા કહ્યું હતું કે, ગુરૂદેવ સદૈવ મિતભાષી જ રહ્યા છે, તેમના દર્શન હેતુ જનાર કોઈપણ આત્મા સાથે સર્વદા મૃદુતાપૂર્વક જ વર્તન કર્યું છે, જેના કારણે જૈન ધર્મમાં ગુરૂદેવને ‘મધુકર’ નામથી ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતથી ઉગ્ર વિહાર કરીને ભીનમાલ નગરે 72 જિનાલયની પ્રતિષ્ઠાનો પ્રસંગ હોય કે સમગ્ર જૈન સમાજમાં ગુરૂદેવ રાજેન્દ્ર સૂરિશ્વરજીના શતાબ્દી મહોત્સવ પ્રસંગે મોહનખેડા તીર્થમાં સામુહિક ચાતુર્માસ હોય, અનેક પ્રસંગોમાં ગુરૂદેવે વિશાળ હૃદય રાખીને જૈનશાસનની શોભા વધારી છે. પ્રતિષ્ઠા શિરોમણીનું બિરુદ પ્રાપ્ત કરનાર ગુરૂદેવની આ મહાયાત્રા બનાસકાંઠા જિલ્લાના વાસણા નગરથી આરંભ થઇ હતી અને અંતિમ પ્રતિષ્ઠા પણ ત્યાં જ કરી હતી. જ્ઞાન-ધ્યાન-તપ- અધ્યાત્મ તમામ ક્ષેત્રમાં શિખર પર બિરાજમાન ગુરૂદેવનો જન્મ કારતક વદ 13 માં પેપરાળ મુકામે થયો હતો. ગુરૂદેવના ચારિત્ર અને જ્ઞાનના પ્રતાપે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેઓને ભારતમાં સર્વપ્રથમ વખત ‘રાષ્ટ્રસંત’નું બિરૂદ પ્રદાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં ગુરૂદેવે શ્રી અભિધાન રાજેન્દ્ર કોષની સ્થાપના કરાવી હતી. જૈન સમાજના આ દિવ્ય જવાહર ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં સુવર્ણ ગ્રંથ સમાન છે.

અન્ય સમાચારો પણ છે...