સુરતની એક સોચ સંસ્થાએ કાશ્મીરમાં પાંદિપુરા ગામની 100 દીકરીઓને શૈક્ષણિક ચીજ વસ્તુઓની મદદ કરી હતી.એક સોચ સંસ્થાના પ્રમુખ રીતુ રાખી એ જણાવ્યું હતું કે અમે દર વર્ષે દેશની સરહદ પર સુરક્ષા કરી રહેલા આર્મીના જવાનોને રાખડી બાંધવા માટે બોર્ડ પર જઈએ છે તે કાર્યક્રમ મુજબ આ વખતે પણ જવાનું થયું તે દરમિયાન કેટલાક લોકોને અમે મદદ કરી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં જઈને અમે ગરીબ બાળકો માટે છે પ્રવૃત્તિ કરીએ છીએ તે પ્રવૃત્તિની વાત કરી ત્યારે તે વખતે અમારી સાથે રહેલા અધિકારીઓ તેમજ સ્કૂલોના પ્રિન્સિપાલોએ અહીંના બાળકોને પણ ઘણી બધી જરૂરિયાત છે
તેથી તમારા તરફથી મદદ મળે તો ખુશ થશે તેવું સૂચન કરતા અમે દીકરીઓને અભ્યાસ માટે મદદ કરીશું તેવો વિચાર કરી આર્મીના અધિકારીઓની જરૂરી મંજૂરી માટે વાત કરતા તેઓના તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યા મદદ કરવા માટેની છૂટ આપતા પાંડીપુરા ગામની સ્કૂલમાં ધોરણ 8, 9 ,10, 11 માં ભણતી દીકરીઓને સ્કૂલબેગ, ડ્રેસ તેમજ પ્રયોગશાળામાં લેબોરેટરીના સાધનો,રમત ગમતના સાધનો વગેરેની મદદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.