કૃષ્ણજન્મોત્સવ:સુરતમાં જન્માષ્ટમી ઉત્સવની ઠેર-ઠેર ઉજવણી, ઇસ્કોન સહિત કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

સુરત2 મહિનો પહેલા
કૃષ્ણ મંદિરોની અંદર ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે ભાવિક ભકતો મોટી સંખ્યામાં પહોંચ્યા.
  • પ્રસાદી માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી

જન્માષ્ટમી ઉત્સવની દબદબાભેર ઉજવણી સમગ્ર શહેરમાં થઈ રહી છે. કૃષ્ણ ભક્તો દ્વારા ચારેતરફ "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી" જય ઘોષ સાથે મંદિરોમાં કૃષ્ણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ શહેરના તમામ કૃષ્ણ મંદિરોની અંદર ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે ભાવિક ભકતો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

અખંડ ધૂનનો જાપ કરવામાં આવી રહ્યો છે
શહેરના તમામ કૃષ્ણ મંદિરોમાં, ગોવર્ધન હવેલીમાં તેમજ ઈસ્કોન મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મંદિરોને શણગારવામાં આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાઓને પણ વસ્ત્રો આભૂષણો અલંકારોથી સજ્જ કરવામાં આવ્યા છે. ઇસ્કોન મંદિરમાં પણ સંકીર્તન સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય તૈયારી કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણને લઈને અખંડ ધૂનનો જાપ કરવામાં આવી રહ્યો છે તેમ જ પ્રસાદી માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇસ્કોન મંદિરમાં પણ સંકીર્તન સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય તૈયારી કરવામાં આવી છે.
ઇસ્કોન મંદિરમાં પણ સંકીર્તન સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય તૈયારી કરવામાં આવી છે.

જીવન ચરિત્ર ઉપરની ઝાંખી પણ તૈયાર કરવામાં આવી
વિવિધ મંદિરોમાં કૃષ્ણ લીલા અંગેનું પ્રદર્શન પણ મુકવામાં આવ્યા છે. ઘણા મંદિરોની અંદર ભગવાન કૃષ્ણની જીવન ચરિત્ર ઉપરની ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે. બાળ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ માટે બાંધવામાં આવ્યા છે. મોડી રાત સુધી આજે મંદિર હોવાને કારણે મંદિર પરિસરમાં લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મટકી ફોડ માટેની પણ તૈયારીઓ કરાઈ છે.

શહેરના અલગ અલગ વિસ્તારોમાં મટકી ફોડ માટેની પણ તૈયારીઓ કરાઈ છે.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં મટકી ફોડ માટેની પણ તૈયારીઓ કરાઈ છે.

કૃષ્ણ જન્મ સમયે 200 ભક્તો જ હાજર રહે તેવી વ્યવસ્થા
કોરોના સંક્રમણની ચિંતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ મંદિર સંચાલકોને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા માટે સૂચિત કરાયું છે. મોડી રાત સુધી ભક્તો દર્શન કરવા મંદિર પરિસરમાં પહોંચે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા માટે પણ સૂચના આપવામાં આવી છે. મંદિર પરિસરમાં રાતે કૃષ્ણ જન્મ સમયે 200 ભક્તો જ હાજર રહે તેવું ખાસ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઇસ્કોન સહિતના તમામ મંદિરોની અંદર મોડી રાત સુધી જન્માષ્ટમીના કાર્યક્રમ યોગ્ય રીતે ઉજવાય તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.