ITના દરોડા:જામુએ બાલ્કનીમાંથી બેગ ફેંકી દીધી કુલ 100 કરોડનાં કાગળો જપ્ત કરાયાં

સુરત3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બીજા દિવસે 2 કરોડની રોકડ અને 4થી 5 કિલો સોનુ જપ્ત કરાયું

આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગે મનીલેન્ડર, લેન્ડ બ્રોકર, સટ્ટા રમાડનારાને ત્યાં હાથ ધરેલા સર્ચમાં બીજા દિવસે 2 કરોડની રોકડ અને 4-5 કિલો ગોલ્ડ જપ્ત કરાયું હતું. મોડી સાંજ સુધી 6 પૈકી 5 જગ્યાએ તપાસ પુરી થઈ હતી. જ્યારે પાલ-અડાજણના મુન્નાને ત્યાં ચાલુ હતી. વેસુ રહેતા જામુ દોશી (શાહ)ને ત્યાંની તપાસમાં તેણે ડોક્યુમેન્ટ ભરેલી બેગ નીચેના ઘરની બાલ્કનીમાં ફેંકી હતી. અધિકારીઓએ આ બેગનો કબજો લીધો હતો. દરોડામાં 100 કરોડથી વધુના કાગળો જપ્ત કરાયા હતા.

વેસુમાં ફિલ્મી સ્ટાઇલમાં સર્ચ ઓપેરશન
વેસુમાં જામુ શાહના ફ્લેટ પર તપાસ દરમિયાન તેણે ડોક્યુમેન્ટની બેગ નીચે ફેંકી હતી. જો કે, બે આઇટી કર્મીઓ અગાઉથી જ નીચે ગોઠવાઈ ગયા હતા. અધિકારીઓએ 50 લાખ રોકડા અને જમીનોના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા.

સોનગઢમાં 30 વર્ષ પછી દરોડા, 20 કરોડ વ્યાજે ફેરવાયા
સોનગઢમાં વ્યાજે રૂપિયા ફેરવતા કિરિટ મહેતાને ત્યાંથી 25થી 30 કરોડના ડેટા અને એક ડાયરી પણ મળી હતી જેમાં રૂપિયા કોને આપ્યા તેની માહિતી હતી. આ ઉપરાંત 20 લાખ રોકડા અને દોઢ કિલો સોનું પણ મળ્યું હતું. 30 વર્ષ બાદ સોનગઢમાં કોઈ દરોડા પડ્યા છે.

  • ધર્મેશ પટેલ: અડાજણના ધર્મેશ પટેલના ઘરેથી જમીનોના કરોડોના ડોક્યુમેન્ટ મળ્યા હતા. સાટાખતની માર્કેટ વેલ્યુમાં 25થી 30 કરોડનો તફાવત હતો.
  • અર્જુન-બળવંત: કે જમીનના ધંધા સાથે સંકળાયેલા અર્જુન અને બવળંત પટેલને ત્યાંથી કરોડોના ડોક્યુમેન્ટ, 25 લાખ રોકડા કબજે કરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...