નિર્ણય:જામનગર-વડોદરા અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ કરાઈ

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટ્રાફિક વર્ક ઓર્ડરનું કામ હાથ ધરાતા નિર્ણય

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ રેલ ખંડ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો ડીએફસીસીઆઈએલને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કામ હાથ ધરાનાર છે.જેને કારણે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ કરાઇ છે.

આ બંને ટ્રેન જેની વિગતો મુ઼જબ તા.22-11-222 થી 26-11-2022 સુધી ટ્રેન નંબર વડોદરા-જામનગર, ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.23-11-222 થી 27-11-2022 સુધી, ટ્રેન જામનગર-વડોદરા,ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.22-11-22થી 25-11-2022 સુધી ટ્રેન અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ તા.23-11-22થી 26-11-22 સુધી ટ્રેન વિરમગામ-અમદાવાદ મેમુ સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવા જણાવાયું છે.

બંને ટ્રેનો રદ થવાથી સુરતના મુસાફરોને અન્ય ટ્રેનોનો સહારો લેવાની ફરજ પડશે. આગામી શિડ્યુલની આ બંને ટ્રેન રદ થતા મુસાફરોને મુશ્કેલી પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...