ટ્રાફિક જામમાં લોકો ફસાયા:ચોકબજારમાં મેટ્રો સાઇટથી બેરીકેડ હટાવવા રસ્તો બંધ કરાતા ભાગળ સુધી જામ

સુરતએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9મીએ તાજીયા પસાર થાય માટે માર્ગ ખોલાયો

આગામી તા. 9મી ઓગસ્ટના રોજ તાજીયા જુલૂસ રાજમાર્ગ થઇ હોડી બંગલા તરફ જશે. આ રૂટ પર ચોકબજાર ટ્રાફિક પોઈન્ટથી મુગલીસરા રોડ પર સુરત મેટ્રો રેલ નિર્માણ ચાલી રહ્યું હોવાથી શનિવારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ધનરાજ પેટ્રોલ પંપ નજીક મુકેલા તોતિંગ બેરિકેડને હટાવી રસ્તો અંશતઃ ખુલ્લો કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેના લીધે રાજમાર્ગ પર ચોકથી ચૌટાપુલ અને ભાગળ પોઇન્ટ સુધી ભારે ટ્રાફિક જામ થયો હતો.

લાંબા સમયથી ચોકબજાર ખાતે મેટ્રો કામગીરી માટે બંધ કરાયેલા માર્ગોના લીધે યોગ્ય ટ્રાફિક નિયમન ન થઇ રહ્યું હોવાના લીધે જામથી ચાલકો તોબા પોકારી ઉઠયા છે. શનિવારે ચોકથી મુગલીસરા જતા માર્ગને પણ ટેમ્પરરી બંધ કરી દેવાતાં ભારે હાલાકી સર્જાઇ હતી. 9મી ઓગસ્ટે તાજીયા જુલૂસ રાજમાર્ગ થઇ ચોકબજારથી હોડી બંગલા તરફ જશે. જેથી શનિવારે ધનરાજ પેટ્રોલ પંપ નજીક બેરીકેડ હટાવવા માટે રસ્તો બંધ કરાયો હતો.જેથી ચોકબજાર અને વડાચૌટાના આંતરિક માર્ગોમાં ટ્રાફિક જામમાં લોકો ફસાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...