ધરપકડ:મહારાષ્ટ્રના સીએમના પુત્રને‘I will kill you’નો મેસેજ કરનાર જલગાંવનો યુવક સુરતથી ઝડપાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂા. 4500ની શિષ્યવૃત્તિ ન મળતા ગુગલ પરથી આદિત્યનો ફોન નંબર શોધ્યો હતો

મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેને એક શખ્સે મોબાઇલ પર ‘આઈ વીલ કીલ યુ’નો ધમકીભર્યો મેસેજ કરતા મુંબઈ ક્રાઇમબ્રાંચે મેસેજ કરનારનું લોકેશન તપાસતા સુરત આવતું હતું.જેથી સુરત ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કર્યો હતો. સુરત ક્રાઇમબ્રાંચે ગણતરીના કલાકોમાં ધમકી આપનારને સુરત સ્ટેશન બહાર ગરનાળા પાસે ઝડપ્યો હતો.

પકડાયેલાે આરોપી ધનંજય ગોકુળ નિકમ(23)(રહે.શાહપુર,અમલનેર,જલગાંવ)એ બીએસસીનો અભ્યાસ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારમાંથી રૂા.4500 શિષ્યવૃત્તિ લેવાની બાકી હતી અને તેને પૈસાની જરૂર હતી.ગુગલ પરથી આદિત્યનો નંબર શોધી ફોન કર્યો પણ ફોન ઉપાડતા સોમવારે મુંબઈ દાદર શિવસેના ભવન પર પહોંચ્યો હતો. જયાં ગાર્ડે અત્યારે આદિત્યને મળી શકાશે નહિ એવું કહેતા ધનંજ્યે આદિત્યને ધમકીનો મેસેજ કર્યો હતો. બાદમાં જલગાંવ જવા સુરત આવ્યો અને પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...