તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:​​​​​​​અયોધ્યામાં રામ લલ્લાને થાળ જલારામ મંદિરથી જવાનો હોવાથી સુરતના લસકાણા મંદિરમાં ફટાકડા ફોડી રામધૂન સાથે રક્તદાન કેમ્પ યોજાયો

સુરત4 મહિનો પહેલા
જલારામ મંદિરમાં ભવ્ય રીતે ઉજવણી કરવાની સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
જલારામ મંદિરમાં ભવ્ય રીતે ઉજવણી કરવાની સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • જલારામ બાપાના ભાવિકોએ સામાજિક સેવા કરીને ઉજવણી કરી

કરોડો હિન્દૂઓની આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. જેને લઈને સૌ દેશવાસીઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છે. તેમાં પણ સોને પે સુહાગા હોય તેમ ભગવાન રામ લલ્લાને ધરાતો થાળ હવે આજીવન જલારામ મંદિર વીરપુર દ્વારા ધરવામાં આવશે. વીરપુર મંદિરના ગાદીપતિ રઘુરામ બાપાએ શ્રીરામ મંદિરના ટ્રસ્ટીઓ સમક્ષ આ વાત મૂકી હતી. જેમાં મંદિરના ટ્રસ્ટીઓએ આ વાતને સ્વીકારી હતી. જેથી હવેથી શ્રી રામ લલ્લાને ધરાતો થાળ આજીવન વીરપુર જલારામ મંદિર દ્વારા ધરાવવામાં આવશે.આ જાહેરાતથી સુરતના જલારામ મંદિરમાં ફટાકડા ફોડી, રામધૂન સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જલારામ મંદિર વિરપુર દ્વારા આજીવન અયોધ્યામાં રામ લલ્લાને થાળ ધરાવવામાં આવશે.
જલારામ મંદિર વિરપુર દ્વારા આજીવન અયોધ્યામાં રામ લલ્લાને થાળ ધરાવવામાં આવશે.

ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ
આ વાતની જાહેરાત થતા જ શ્રી જલારામ બાપાના ધામ વીરપુરમાં દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી. અને આ ઉજવણીમાં સુરત પણ બાકાત રહ્યું ન હતું. સુરતમાં લસકાણા ખાતે આવેલા ભવ્ય જલારામ મંદિરમાં ભવ્ય અને અનોખી ઉજવણી કરાઈ હતી જેમાં સૌ લોકોએ એક બીજને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને ત્યારબાદ ભવ્ય આતીશબાજી કરી હતી. ત્યારબાદ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રામ લલ્લાને જલારામ મંદિર દ્વારા થાળ ધરાવવાની જાહેરાતની ઉજવણી સામાજિક સેવા રક્તદાન કેમ્પ સાથે કરવામાં આવી હતી.
રામ લલ્લાને જલારામ મંદિર દ્વારા થાળ ધરાવવાની જાહેરાતની ઉજવણી સામાજિક સેવા રક્તદાન કેમ્પ સાથે કરવામાં આવી હતી.

રક્તદાન સહિતના કાર્યક્રમો યોજાયા
આ રામધૂનમાં રામ નામ કે હિરે મોતી ગીતના પ્રખ્યાત કલાકાર અશોકભાઈ ભાયાણી હાજર રહ્યા હતા અને તેઓએ જલારામ બાપાના ભજન અને રામધૂન કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. આ ઉપરાંત અહીં રેડક્રોસ બ્લડ બેંકના પ્રમુખ ડો. પ્રફુલભાઈ શિરોયાના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના યુવાનો અને આગેવાનોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી આ ઉપરાંત આ અનોખું આયોજન કરવા બદલ ડો. પ્રફુલ ભાઈ શિરોયાનો સમાજના આગેવાનોએ આભાર પણ વ્યક્ત કર્યો હતો

ગુજરાત માટે ગૌરવની વાત
લોહાણા સમાજના આગેવાન અને જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ધનવાનભાઈ કોટકે જણાવ્યું હતું કે આ એક અમારા માટે ગૌરવની વાત છે.. આ એક સાક્ષત બાપાનો પરચો છે.. આજે અહીંયા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. અને સૌને આ અંગે અભિનદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમ બાદ સૌ લોકોએ બાપનો પ્રસાદ લીધો હતો આ કાર્યક્રમમાં સમગ્ર લસકાણા ધામ જય જલારામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ખાસ કોરોનાની ગાઈડ લાઇનનું પાલન પણ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો