સમેત શીખરજી અને પાલિતાણાને લઈને જૈનો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યાં છે. ત્યારે જયમલ જૈન શ્રાવક સંઘ દ્વારા મંગળવારે રાતે સૂર્યા પ્લાઝામાં આવેલા સકલેચા હાઉસમાં ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જયગચ્છીય જૈન સંત નેકચંદ્ર મુનીનો સોમવારે રાજસ્થાનના પીપાડમાં સંથારો થયો. દેવલોકગમન થતાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બીજી તરફ સુરતમાં લગ્ન કરવા જઈ રહેલી અને કોમ્પ્યુટર ફિલ્ડ સાથે સંકળાયેલી દુલ્હને બાયનરી લેંગ્વેજની મહેંદી મૂકાવી હતી.
શ્રદ્ધાસુમન અર્પણ કરાયું
નવકાર મહામંત્રના જાપ સાથે લોગસ્સના ધ્યાન કરીને સંતને શ્રદ્ધાસુમન અર્પિત કરાયું હતું. શ્રાવક-શ્રાવિકાઓએ મૌન રાખીને સંતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સંઘના સંજય પીંચાએ સંતના જીવન પર પ્રકાશ પાડતા કહ્યું કે, મુનીના જીવનના ત્રણેય મનોરથ પૂર્ણ થયા અને પોતાનું જીવન તેમણે ધન્ય બનાવ્યું હતું.
પ્રથમ અને અંતિમ ચાતુર્માસ પીપાદમાં
મુનીના જન્મ, દીક્ષા, દેવલોકગમન, પ્રથમ ચાર્તુમાસ, અંતિમ ચાતુર્માસ પીપાદમાં જ થયા હતાં. મુની પોતાના ત્રણ દીકરીઓને જિનશાસનના માર્ગ પર મોકલીને પોતે પણ આ જિનશાસનના માર્ગે આગળ વધ્યાં હતાં. ચંપાલાલ પીંચાને શાંતિ જિન સ્તુતી પ્રસ્તુત કરી હતી.સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ હાજર રહ્યાં હતાં.
બ્યુટી ઈન બાયનરી મહેંદી મૂકાઈ
મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે યુનિક "બ્યુટી ઇન બાયનરી" બનાવ્યું છે. નિમિષા પારેખે હાલમાં જ ‘બ્યુટી ઈન બાયનરી’ કોન્સેપ્ટ પર એક એનઆરઆઈ દુલ્હનને યુનિક મહેંદી મુકી આપી છે. અમેરિકાથી લગ્ન માટે સુરત આવેલા અમી પટેલ કમ્પ્યુટર ફિલ્ડ સાથે જોડાયેલા છે અને તેમના ભાવિ પતિ પણ સોફ્ટવેર એન્જિનિયર છે. આથી, તેમણે તે બંનેના પ્રોફેશનને કનેક્ટ કરે તેવી મહેંદી મુકવાનો વિચાર કર્યો અને અંતે તેમણે કમ્પ્યુટરની ભાષા એટલે કે બાયનરી લેંગ્વેજમાં દુલ્હનને સુંદર મહેંદી મુકી આપી હતી. તેને માટે તેમણે પહેલા પોતે બાયનરી લેંગ્વેજ વિશે નોલેજ મેળવ્યું અને ત્યારબાદ તે લેંગ્વેજને આર્ટમાં કન્વર્ટ કર્યું હતું. નિમિષા પારેખે અમી પટેલની લાગણીઓ અને તેમની સ્પેશિયલ ડેટ્સને બાયનરી લેંગ્વેંજમાં કન્વર્ટ કરીને તેને મહેંદીનું રૂપ આપ્યું હતું. બાયનરી લેંગ્વેજ ‘0’ અને ’1’ પર ચાલે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.