તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Jain Sadhvi Maharaj's Palanquin Procession Was Accompanied By A Dog For 5 Km, Standing Beside Him Even During Cremation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંવેદશિલ પ્રાણી:સુરતમાં જૈન સાધ્વી મહારાજની પાલખીયાત્રામાં 5 કિલોમીટર સુધી શ્વાન પણ સાથે ચાલ્યો, અગ્નિદાહ સમયે પણ બાજુમાં ઉભો રહ્યો

સુરત13 દિવસ પહેલા
શ્વાન પાલખીયાત્રામાં ચાલી સ્મશાન સુધી પહોંચ્યો.
  • વેસુ રામેશ્વરમ એપાર્ટમેન્ટમાં બિરાજમાન શતાયુ સાધ્વીજી પિયુષવર્ષાશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યા

કોણ કહે છે કે પ્રાણીઓમાં સંવેદના નથી હોતી..?? આજે એક એવી ઘટના બની જેના સાક્ષી સુરત પાલખી ગ્રુપના સભ્યો બન્યા છે. સુરતમાં સાધ્વીજી મહારાજની નીકળેલી પાલખીયાત્રામાં તેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું. એક શ્વાન પાલખીયાત્રામાં પાંચ કિલોમીટર સાથે સાથે ચાલ્યો હતો અને અગ્નિસંસ્કાર પણ નિહાળ્યા હતા.

પિયુષવર્ષાશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યા
દીક્ષાયુગપ્રવર્તક, તપાગચ્છાધિરાજ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાાનુવર્તીની પ્રવતની પૂ. સાધ્વીજી ભગવંત શ્રી અમિતગુણાશ્રીજી મ સા ના નિશ્રાવર્તી પૂજ્ય સા. શ્રી પિયુષવર્ષાશ્રીજી મહારાજ સાહેબ વેસુ જી.ડી ગોયંકા સ્કુલની સામે રામેશ્વરમ એપાર્ટમેન્ટમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા.

પાલખીયાત્રામાંથી એકવાર બહાર કરાયેલો શ્વાન ફરી આવી ગયો.
પાલખીયાત્રામાંથી એકવાર બહાર કરાયેલો શ્વાન ફરી આવી ગયો.

શ્વાન પાલખીની નીચે ચાલવા લાગ્યો
તેઓ 100 વર્ષની ઉંમર અને 39 વર્ષનો સંયમ પર્યાય ધરાવતા હતા. તેમની પાલખીયાત્રા નીકળી હતી. જૈન અગ્રણી અમૃતલાલ શાહના જણાવ્યા અનુસાર સાધ્વીજીની પાલખી યાત્રાનો પ્રારંભ થયો ત્યાં જ એક શ્વાસ પાલખીની સાથે સાથે બરાબર પાલખીની નીચે ચાલવા લાગ્યો હતો. થોડીવાર બધાને લાગ્યું કે બધા ભેગા ચાલી રહ્યા છે એટલે સાથે સાથે ચાલે છે. થોડીવાર બાદ લોકોએ તેને બહાર કાઢ્યો પણ થોડીવારમાં ફરી પાછો પાલખીની નીચે આવી ચાલવા લાગ્યો હતો. પાલખી છેક પાંચ કિલોમીટર દૂર ઉમરા સ્મશાન સુધી ગઈ ત્યાં સુધી એ પાલખી નીચે જ ચાલતો રહ્યો હતો.

શતાયુ સાધ્વીજી પિયુષવર્ષાશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યા.
શતાયુ સાધ્વીજી પિયુષવર્ષાશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યા.

અગ્નિદાહ સમયે પણ શ્વાન હાજર રહ્યો
સાધ્વીજીને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે પણ એ ત્યાં ને ત્યાં જ બાજુમાં ઉભો રહ્યો હતો. અગ્નિદાહ બાદ આ પાછો કેવી રીતે જશે એની ચિંતામાં પાલખીના સભ્યોએ પંપાળીને પ્રેમથી શ્વાનને ઉંચકીને ગાડીમાં મુક્યો તો તરત જ ગાડીમાં ગોઠવાઈ ગયો હતો. ઉપસ્થિત સૌ શ્વાનના પુણ્યને ભાગ્યશાળી ગણાવી રહ્યા હતા. લોકોને યુધિષ્ઠિર સાથે સદેહે સ્વર્ગે ગયેલા શ્વાનની વાત યાદ આવી ગઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો