તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામ મંદિર:જૈન સમાજે 1 કિલો ચાંદીની શિલા, VHPએ ગુજરાતના 250 મંદિરની માટી-પાણી અયોધ્યા મોકલી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજન 5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. ત્યારે જૈન સમાજ દ્વારા 1 કિલો ચાંદીની શિલા, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દક્ષિણ ગુજરાતના 250 જેટલા મંદિરોની માટી અને પાણી અયોધ્યા મોકલવામાં આવશે.

રામ મંદિરના ભૂમિ પૂજનની ઐતિહાસિક ઘટનાની ઉજવણી માટે રવિવારથી જ શ્રીરામ ટેક્સટાઈલ માર્કેટને શણગારી દેવામાં આવી છે. જીજેઈપીસીના રિજીયોનલ પ્રેસિડેન્ટ અને ચેમ્બરના કાર્યવાહક પ્રેસિડેન્ટ તેમજ વીએચપી સાથે સંકળાયેલા દિનેશ નાવડિયા જણાવે છે કે, વરાછા મિની બજારને તા.5મીએ શણગારી ઉદ્યોગકારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં ઉજવણી કરાશે. માર્કેટમાં ઝંડા અને પતાકાઓ લગાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...