તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જેલમાં બંધ ગેંગરેપના આરોપીની 30 લાખની ખંડણી કેસમાં ધરપકડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તારીકે પેરોલ પર છૂટી રાંદેરના વેપારીબંધુને ધમકાવ્યા હતા

લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવતા ગેંગરેપના પાકાકામના આરોપી તારીક સૈયદની 30 લાખની ખંડણી માંગવાના ગુનામાં ડીસીબીએ ધરપકડની કાર્યવાહી કરી છે. આ કેસમાં બન્ને વેપારી ભાઈઓને તેના ભાગીદારના ઈશારે માથાભારે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરાએ ધમકી આપી હતી. ન્યૂ રાંદેર રોડ અલનુર રેસીડન્સીમાં રહેતા વેપારી સૈફુલ્લા મોતીરામ અને તેના ભાઈ સુહેલ મોતીવાલા અને એતેશામ નવીવાલાએ ભાગીદારીમાં મેટએશીયા પ્રા.લિ. કંપની શરૂ કરી, જેમાં બન્ને ભાઈ 30 ટકા અને એતેશામ 70 ટકા ભાગીદાર હતો. ભાગીદારે માથાભારે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા તેમજ જમીન દલાલ સાથે મળી વેપારી બંધુઓને ગોળી મારી દેવાની ધમકી આપી હતી.

પછી વેપારીને લાજપોર જેલમાંથી પાકાકામના આરોપી તારીક સૈયદે ધમકી આપી કે તારી મેટર પતી ગઈ છે, પૈસા આપવા પડશે, કહી તારીક ભાઈ જુનેદ વેપારી પાસેથી 30 લાખની માંગણી કરી હતી. ભાગીદાર એતેસામ અસલમ નવીવાલા, અસ્ફાક નવીવાલા ઉર્ફે અસ્ફાક નગર, ઈલ્યાસ કાપડીયા, જુનેદ સૈયદ, તારીક સૈયદ, માથાભારે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા સામે ક્રાઇમબ્રાંચે ગુનો નોંધ્યો હતો.

જેમાં ઇલ્યાસ કાપડીયા તથા તારીકના ભાઈ જુનેદની ધરપકડ કરાય હતી. અડાજણ પાટિયા હબટાઉન કોમ્પ્લેક્સમાં એમ.કે.ઓફિસમાં વેપારીને ધમકી આપી હતી. ગત 25મી નવેમ્બરે તારીક પેરોલ પર આવ્યો ત્યારે વેપારીને ફોનમાં કહ્યું કે, તારે જુનેદને રૂપિયા આપવા પડશે, નહીં તો તને ઉપાડી લઈશ. આરોપી તારીક કૂત્બૂદ્દીન સૈયદ(32)(રહે. બાગેરહેમા એપાર્ટ, નાનપુરા)ના પિતા પોલીસ છે.

2008ના ગેંગરેપના ત્રણ આરોપી પકડાયા હતા
વર્ષ 2008માં તારીક અને તેના પિતરાઇ ભાઈ સહિત 3 જણાએ ચાલુ કારમાં એક યુવતી પર ગેંગરેપ કર્યો હતો. જેમાં ત્રણેયને આજીવન કેદની સજા થઈ હતી. જેમાંથી તારીક સૈયદનો પિતરાઇભાઈ સાહિલ પેરોલ પર છૂટી ફરાર થયો છે. જેનો હજુ સુધી સુરત પોલીસને કોઈ પત્તો લાગ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...