તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃદ્ધાનો મોદીને પત્ર:સુરતની 74 વર્ષીય મહિલાએ લખ્યું, ‘એરપોર્ટને બિલ્ડિંગો નડે તો અમારી કોઈ ભૂલ નથી, અમારું ઘર ન તોડો’

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રન-વેને નડતરરૂપ વેસુના બિલ્ડિંગનાં 74 વર્ષીય વૃદ્ધાનો મોદીને પત્ર
  • 1440 ફ્લેટ તોડવાના આદેશ બાદ રહીશોએ મેઇલ કેમ્પેન કર્યું

એરપોર્ટના રન-વેને નડતરરૂપ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, જેમાં 1440 ફ્લેટના 47520 લોકો ઘર ગુમાવી દે એવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. ત્યારે આવાં મકાનોના પીડિતોએ પીએમઓ ઓફિસમાં મેલ મોકલવાનું કેમ્પેન શરૂ કર્યું છે, જેમાં 74 વર્ષનાં એક વૃદ્ધાએ પ્રધાનમંત્રી મોદીને અનુલક્ષીને લખ્યું હતું કે ‘અમારું ઘર-અમારું જીવન બચાવો. ઘર મહેનતના રૂપિયાથી અને આખી જિંદગીની બચતમાંથી ખરીદ્યું છે. અમારી ભૂલ નથી, અમારું ઘર ન પાડો.

તમામ દસ્તાવેજો છે, લોન પણ અપાઈ છેઃ વૃદ્ધા
અમે ઘર ખરીદતાં પહેલાં એરપોર્ટ ઓથોરિટીનું એનઓસી, જમીનમાલિકીનો પુરાવો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો એપ્રૂવલ પ્લાન અને સુરત પાલિકાનું બીયુસી સર્ટિફિકેટ અને ટાઈટલ ક્લિયર સર્ટિ. ચકાસ્યું હતું. કાનૂની નિષ્ણાતો પાસે પણ દસ્તાવેજોની ચકાસણી કરાવવામાં આવી હતી. વિવિધ બેન્કો અને કાનૂની સહાલકારો પાસે પણ તેની ચકાસણી કરાઇ હતી, જેમણે પ્રોપર્ટી ટાઈટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપ્યું હતું અને ત્યાર બાદ બેન્ક દ્વારા હોમ લોન આપવામાં આવી હતી. ત્યાર બાદ અમે ઘરનો કબજો મેળવ્યો હતો.

‘ગેરકાયદે નોટિસથી અમે હચમચી ગયા છીએ’
વર્ષ 2017માં એરપોર્ટ ઓથોરિટીએ અમારું ઘર ગેરકાયદે છે, એવું કહી અમને નોટિસ આપી હતી. 2018-19માં ફરી નોટિસ મળી. એ પછી અમે નિરાશ થયાં હતાં અને અંદરથી હચમચી ઊઠ્યાં હતાં. સાહેબ, અમે માત્ર રહેવાસીઓ અથવા ખરીદદારો છીએ, સામાન્ય પ્રેક્ટિસ સિવાય પરવાનગીઓ મેળવવા અથવા લાગુ કરવા માટેની કોઈપણ ‘પ્રક્રિયા’ અથવા ‘પ્રક્રિયાઓ’ની કોઈપણ ગંભીરતા જાણતા નથી. અમારી કોઈ ભૂલ નથી એટલા માટે અમારું ઘર પાડવામાં ન આવે.