તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:કોરોના કાળમાં ITનું કલેકશન 40 % ડાઉન, રૂ. 833 કરોડ થયું

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જીએસટીનું કલેકશન વધ્યંુ, આઇટીનું ઘટયું

કોરોના કાળમા જ્યાં એક તરફ ધંધાકીય ગતિવિધિ તેજ થવા લાગી છે ત્યાં જીએસટી કલેકશન એક તરફ પાટા પર આવી રહ્યુ છે ત્યાં આઇટીનું કલેકશન હજી ઘણું જ દુર છે. દિવાળી સુધી આઇટીએ રૂપિયા 833 કરોડનું કલેકશન કર્યું છે જે ગત વર્ષની સરખામણીમાં 40 ટકા ઓછું છે.ચાલુ નાણાકિય વર્ષનો ટાર્ગેટ રૂપિયા 4510 કરોડ (ટીડીએસ સિવાય) છે. આ દરમિયાન આઇટીએ ગ્રોસ કલેકશન રૂપિયા 1339 કરોડ મેળવ્યુ છે અને રિફંડ બાદ થતાં કુલ નેટ કલેકશન રૂપિયા 833 કરોડનું થયુ છે. ગત વર્ષની સાથે આ ડેટાની સરખામણી કરીએ તો ગત વર્ષે ટીડીએસ સિવાયનું કલેકશન રૂપિયા 4300 કરોડ હતુ. જે રૂપિયા 786 કરોડનું રિફંડ બાદ કરતાં નેટ કલેકશન 1478 રહેતુ હતુ. ગત વર્ષે આ સમયે 33 ટકા કલેકશન હતુ, જે આ વર્ષે માંડ 11 ટકા છે.

આઇટી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા
જીએસટી વિભાગના ડેટા ચકાસીએ તો એવરેજ રૂપિયા 400 કરોડનું કલેકશન દર મહિને રહેતુ હતુ જે વધીને હાલ 410 કરોડની નજીક પહોંચી ગયુ છે. લોકડાઉનમાં કલેકશન 70 ટકા ડાઉન થયા બાદ ફરી એજ લેવલે આવી ગયુ છે. પરંતુ તેની સામે આઇટી કલેકશન ન વધતાં અધિકારીઓ પણ મૂંઝવણમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો