તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉદ્યોગોની હાલત કફોડી છે, પરંતુ સરકારના જે 20 લાખ કરોડ માર્કેટમાં એક વાર આવશે. પછી માર્કેટમાં માંગ વધશે અને પ્રોડક્શન પણ વધી જશે. ભારતની ઈકોનોમિને પાટા પર આવતાં 1.5 છી 2 મહિના જ લાગશે પણ ડાયમંડ માટે અઘરા દિવસો છે. તેવું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ચેમ્બરના વેબિનારમાં જણાવ્યું છે. મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે,આપણે ત્યાં લેબર સસ્તુ છે પરંતુ વીજ ચાર્જ, બેંક લોન વગેરેના પ્રશ્નો છે. તેનો ઉકેલ કેમ આવે તે માટે અમારું મંત્રાલય કામ કરી રહ્યું છે. આઈએનએસ કોડના આધારે ઈમ્પોર્ટ અને એક્સપોર્ટના ડેટાનું એનાલિસીસ કરીને કઈ વસ્તુનું ઈમ્પોર્ટ ભારત સૌથી વધુ કરે છે. તેના આધારે સ્વર્નિભરતાં કઈ રીતે આવે તે માટે પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે.
ચેમ્બર તરફથી મંત્રી સાથે સવાલ-જવાબ
સવાલ-સ્ટેટ-સેન્ટ્રલ ગર્વમેન્ટનો સપોર્ટ પરંતુ બેંક ફેસિલીટીનો પૂરતો લાભ નહીં, મોરિટોરિયમનો પણ લાભ નહીં
જવાબ-સરકારે જ પેકેજ જાહેર કર્યુ છે, તેના પર આરબીઆઈને પણ ફાળવણીને થશે. આરબીઆઈને બેંકોને પાસ ઓન કરવા કહેવાયું છે જેનો લાભ આખરે બેંક ખાતેદારોને થશે.
સવાલ-શિપિંગ કન્ટેઈનરના રેટ નહીં વસુલવા સર્ક્યુલર છતાં, કંપનીઓ સરકારનું સાંભળતી નથી. 25 થી 30 લાખનું ચાર્જ લેવાય છે
જવાબ-50 થી 60 ટકા સુધી રિબેટ આપવામાં આવે તે અંગે અમે સીએસએફને સૂચન કર્યુ છે.
સવાલ-ઘરેણાં વેચીને પગાર ચૂકવ્યો છતાં 20 દિવસથી ડિપાર્ટમેન્ટ એફઆરઆઈ કરવાની ધમકી આપી છે
જવાબ-આ મુદ્દે હું રાજ્ય સરકારનું ધ્યાન દોરીશ
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.