શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દરિયાઇ ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે શહેરીજનોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. જોકે, 5 મેને ગુરુવારથી ફરી એકવાર કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થશે તેવી સ્થિતિ બની રહી છે. 9 મે સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ જાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના ભેજવાળા દરિયાઈ પવનો ફૂંકાઇ રહ્યા છે. આવતીકાલથી પવનની પેટર્ન બદલાશે અને ઉત્તર તરફતી આવતા ગરમ અને સૂકા પવનો ફૂંકાવાના શરૂ થશે એટલે ગરમીનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 75 ટકા અને સાંજે 62 ટકા જેટલું રહ્યું હતું. આ સાથે જ દક્ષિણ-પશ્ચિમ દિશાથી 9 કિ.મીની ગતિએ ભેજવાળા પવનો ફૂંકાતા અનુભવાયા હતા. અત્રે નોંધનીય છે કે, ઉનાળાની આ સિઝનમાં 42.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આવતા છ દિવસનું ફોરકાસ્ટ | |
તા. | મહત્તમ |
4 | 35 |
5 | 38 |
6 | 38 |
7 | 40 |
8 | 40.5 |
9 | 41 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.