ક્રાઇમ:મામાભાઇએ જ લગ્નની લાલચ આપી બહેન સાથે દુષ્કર્મ કર્યુ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ અંગત પળોના ઉતારેલા વીડિયોને વહેતો કરી દેવાની ધમકી પણ આપી હતી

કતારગામ ધ્રુવતારક સોસાયટીમાં રહેતા હેમંત પાલા ધારૈયાની (ઉવ24) તેની ફોઇની દિકરી આશા (નામ બદલ્યું છે) સાથે આંખ મળતા પ્રેમ પાંગર્યો હતો. હેમંતે બહેનમાંથી પ્રેમિકા બનાવેલી આશાને વાતોમાં ભોળવી લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી આશાને અલગ અલગ જગ્યાએ લઇ જઇને તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે આશા ઇન્કાર કરતી તો હેમંત તેને લગ્ન કરવાનું કહેતો હતો.

આ સમય દરમિયાન હેમંતે તેમની અંગતપળોનો વીડિયો ઉતારી લીધો હતો. જ્યારે સાતેક મહિના પહેલા આશાએ લગ્ન કરવાનું દબાણ કરતા હેમંત ફરી ગયો હતો અને ‘આપણે ક્યાં લગ્ન કરવાની વાત થઇ હતી. આપણે બંનેએ બધું આપણી મરજીથી કરેલ હતું. અને હવે જો તું કોઇને આપણા સંબંધ વિશે વાત કરીશ તો મેં ઉતારેલા વીડિયો વાયરલ કરી દઇશ’ એવી ધમકી આપી હતી. આશાએ અનેક વખત હેમંતને મનાવવાની કોશિશ કરી હતી. પણ તે હવે સગાઇ કરવાનો હોવાનું જણાવીને વાત કરવાનો પણ ઇન્કાર કરી દેતા આખરે પિડીતાએ કતારગામ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પિડીતા પોલીસ કમિશનર કચેરીએ રજુઆત કરવા માટે આવી હતી ત્યારે તેણીએ મારા લગ્ન તેની(હેમંત) સાથે કરાવી દો અથવા તેને કડક સજા આપો એવી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...