ક્રાઇમ:બેગમપુરાના યુવકના મિત્રએ જ ફોટા મોર્ફ કરી વાઇરલ કર્યા હતા

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઇમબ્રાંચે 2 સ્થાનિક યુવકોને પકડી પાડ્યા

બેગમપુરાના યુવકનો મોર્ફ કરેલો ફોટો સોશિયલ સાઇટ પર વાઇરલ કરી તેને બદનામ કરવાના કેસમાં આરોપી ફરિયાદીનો મિત્ર જ નીકળ્યો હતો. સાઇબર ક્રાઇમે આ મામલે બેની ધરપકડ કરી હતી. બેગમપુરા ભુલામોદીની પોળ ખાતે ઝેની મેન્શનમાં રહેતા હુસૈન ઇકબાલ મીઠાવાલા ખાનગી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ છે સાથે ઓનલાઈન કપડા વેચે છે. 15 ફેબ્રુઆરીએ તેના જ નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી. તેના પ્રોફાઈલ પીકચરમાં હુસૈન મીઠાવાલાનો મોર્ફ કરાયેલો બીભત્સ ફોટો હતો.

આ એકાઉન્ટ પરથી હુસૈનના બિઝનેસ એકાઉન્ટને ટેગ કરાયું હતું. સાથે સાથે મીઠાવાલાના સંબંધીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાઇ હતી. હુસૈન મીઠાવાલાની અરજી પર તપાસમાં મીઠાવાલાના બે મિત્રોએ જ તેના નામે ફેક એકાઉન્ટ બનાવીને તેને બદનામ કર્યો હતો. સાઇબર ક્રાઈમ પોલીસે હુસૈન મીઠાવાલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આરોપી હુસૈન ખુઝેમા બદરી(નફિસ મકાન, ઇન્દરપુરા, બેગમપુરા) અને અબ્દુલ કાદીર ઇકબાલ હુસૈન શાકીર(રહે. હકીમી મંઝીલ, વિરમગામી મહોલ્લો, બેગમપુરા)ની ધરપકડ કરી છે.

ચીડવતો હતો એટલે બદલો લેવા ફોટો વાઇરલ કર્યો
આરોપીઓએ કબુલાત કરી હતી કે એક વખત હુસૈન બદરી વીડિયોગેમ રમતો​​​​​​​ હતો ત્યારે હુસૈન મીઠાવાલાએ તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની વાત કરીને ચિડવતો હતો. તેથી હુસૈન બદરીએ બદલો લેવા તેના મિત્ર અબ્દુલ સાથે મળી આ હુસૈનને બદનામ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...