તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • It Took 16 Years To Complete The 14th And 115th Pal Umra Bridges Over The Tapi River And The City, Which Will Be Open To The Public Today, Benefiting One Million People.

સુવિધા:તાપી નદી પર 14મો અને શહેરનો 115મો પાલ-ઉમરા બ્રિજ તૈયાર થતાં 16 વર્ષ લાગ્યા, આજે લોકો માટે ખુલ્લો મુકાશે, 10 લાખ લોકોને લાભ મળશે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
90 કરોડના ખર્ચે બ્રિજ બનાવાયો - Divya Bhaskar
90 કરોડના ખર્ચે બ્રિજ બનાવાયો
  • બ્રિજ પર મોર્નિંગ વોક માટે 1.5 મી.ની ફૂટપાથ, વિવિધ યુટિલિટી માટે બંને તરફ કેન્ટીલિવર સ્લેબ

બ્રિજ સિટીની ઓળખ ધરાવતા સુરત શહેરમાં રવિવારે 115મો અને તાપી નદી પરના 14મા પાલ-ઉમરા બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. અંદાજે 10 લાખ લોકોને આ બ્રિજનો ફાયદો થશે. 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજને તૈયાર થતાં 16 વર્ષ લાગી ગયા. 2005માં ઉમરા ગામથી પાલ ગામને જોડતો રિવર બ્રિજ બનાવવા નિર્ણય કરાયો હતો. 2006માં શહેરનું હદ વિસ્તરણ થતા નદી પારના પાલ વિસ્તારનો સુરત શહેરમાં સમાવેશ કરાયો આ પછી આ બ્રિજને બીઆરટીએસ ફેઝ-2 પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો હતો.

ત્યારબાદ 2014માં આ બ્રિજના નકશા તૈયાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટેન્ડર મંગાવાયું હતું. 90 કરોડના ખર્ચે 2015માં ટેન્ડર મંજૂર કરાયું હતંુ. 2018માં બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું પરંતુ ઉમરા ગામ તરફના છેડે બ્રિજ ઉતારવા માટે પુરતી જગ્યા ન હતી. જેથી અહીંની કેટલીક મિલકતો તોડવી પડે તેમ હોવાથી તેનો વિવાદ થયો હતો.

અંતે સ્થાનિક રહીશો સાથે વાટાઘાટો બાદ ડિસેમ્બર 2020માં બ્રિજ ઉતારવા માટે જગ્યા મળી હતી. ત્યારબાદ 10 દિવસ પૂર્વે આ બ્રિજનું કામ પૂર્ણ થયું હતું. ભાઠા-ઇચ્છાપોર અને હજીરાને પણ આ બ્રિજનો લાભ મળશે. તેમજ અઠવાલાઇન્સ અને પીપલોદ વિસ્તારનું અંતર ઘટશે. ડુમસ અને પીપલોદમાં અવર-જવર કરતા અંદાજે 10 લાખ લોકોને આ બ્રિજનો લાભ થશે.

બ્રિજની વિશેષતા
1 બ્રિજની બંને બાજુ મોર્નિંગ વોક કરી શકાય તે માટે 1.5 મીટરની ફૂટપાથ તૈયાર કરાઇ છે.
2 ભવિષ્યમાં પાણી, ગેસ, ટેલીફોન સહિતની યુટિલિટી માટે બ્રિજના બંને તરફ 2.50 મીટરના કેન્ટીલિવર સ્લેબની પણ વ્યવસ્થા કરાઇ છે.

લંબાઇ /મીટરપહોળાઇ / મીટરકુલ સ્પાન
90424.830

CMના હસ્તે આજે 1280 કરોડના કામોનું લોકાર્પણ
રવિવારે પાલ-ઉમરાબ્રિજ, ગરીબ આવાસ સહિતના 1280 કરોડના વિકાસકામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પૂર્વ મંત્રી નરોત્તમભાઈ પટેલના પુસ્તકનું પણ મુખ્યમંત્રી વિમોચન કરશે. ખજોદ ખાતે તૈયાર થઇ રહેલા ડાયમંડ બૂર્સની પણ મુખ્યમંત્રી રૂપાણી મુલાકાત લેશે. લિંબાયત ઝોન વિસ્તારમાં રૂ. 256.31 કરોડના ખર્ચે હયાત ડિંડોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતાનું વિસ્તૃતિકરણ (પાંડેસરાના ઇન્ડસ્ટ્રીયલ એકમોને 40mld પાણી મળશે) મુખ્યમંત્રી હસ્તે લોકાર્પણ થશે. આ ટીએસટીપીથી પાલિકાને વાર્ષિક 140 કરોડની આવક થશે.

અન્ય સમાચારો પણ છે...