તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'અ'સંવેદનશિલ સરકાર:'હવે દર્દ સહન કરવુ તેના કરતાં મૃત્યુને સ્વીકારી લેવું સરળ લાગે છે' એક વર્ષથી ઇન્જેક્શનો ન મળતા સુરત સિવિલ હોસ્પિ.માં હિમોફેલિયાના દર્દીની વ્યથા

સુરત17 દિવસ પહેલા
છેલ્લા એક વર્ષથી હિમોફેલિયાના અનેક દર્દીઓને આપવામાં આવતા મૂલ્યવાન ફેક્ટર-9 ઇન્જેક્શનો જ સરકાર સપ્લાય ન કરતી હોવાનું સામે આવ્યું છે
  • એક વર્ષથી હિમોફેલિયાના દર્દીઓને આપવામાં આવતા ફેક્ટર-9 ઇન્જેક્શનો સરકાર પહોંચાડતી કરતી નથી
  • દર્દી કહે છે કે, હોસ્પિટલના જવાબદાર ડોક્ટરોના કાને ગરીબોની મજબૂરી-દર્દ બન્ને સંભળાતા અને દેખાતા જ નથી

સાહેબ, 45 દિવસથી એવું જ કહેવાય છે કે ઓર્ડર મૂક્યા છે, આવ્યા નથી, શું કરીએ કંઈ સમજ નથી પડતી, એકવારમાં 1500 યુનિટનો ડોઝ તો લેવા જ પડે, જેની કિંમત જ 45-55 હજાર છે, એક બાજુ કોરોનાની માહામારી વચ્ચે આર્થિક પરિસ્થિતિ ખરાબ અને બીજી બાજુ દર્દ, પણ સુરત સિવિલ હોસ્પિટલના જવાબદાર ડોક્ટરોના કાને ગરીબોની મજબૂરી અને દર્દ બન્ને સંભળાતા અને દેખાતા જ નથી. સિવિલ હોસ્પિટલમાં ચાલતા હિમોફેલિયા વિભાગમાં દર્દીની વ્યથા સાંભળી ચોક્કસ એકવાર આંખો છલકાઇ જશે, પણ નિર્દય સરકાર અને સરકારી બાબુ બનીને લોલીપોપ આપતા સિવિલના ડોક્ટરોનું હૃદય નથી પીગળતું. સુરત સિવિલ હોસ્પિટલના હિમોફેલિયા વિભાગમાં સુરતના જ ફેક્ટર-9ના 39 અને ફેક્ટર-8 ઇન્જેક્શન લેતા 400 દર્દીઓ સારવાર માટે સિવિલ આવતા હોય છે, જોકે, છેલ્લા એક વર્ષથી હિમોફેલિયાના અનેક દર્દીઓને આપવામાં આવતા મૂલ્યવાન ફેક્ટર-9 ઇન્જેક્શનો જ સરકાર સપ્લાય ન કરતી હોવાનું સામે આવ્યું છે.

દર્દી કહે છે કે, હવે દર્દ સહન કરવુ તેના કરતાં મૃત્યુને સ્વીકારી લેવું સરળ લાગે છે
ઉતરાણ પટેલ ફળિામાં રહેતા જીજ્ઞેશ સુખદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે, લાચાર બની ગયા છીએ, ન બોલી શકાય અને ન સહન કરી શકાય, જન્મજાત હિમોફેલિયાની બીમારી સાથે જન્મ્યા એમાં મારો શુ વાંક સાહેબ, જિંદગીને 43 વર્ષ થઈ ગયા, તમામ દર્દ સહન કરીને જીવવાની આદત પડી ગઈ હતી. પણ સરકારે દર્દ સામે દવા-ઇન્જેક્શનનો રસ્તો બતાવ્યો, ત્યારબાદ દવા-ઇન્જેક્શન સપ્લાય કરવાનું જ ભૂલી ગઈ, હવે દર્દ સહન કરવુ તેના કરતાં મૃત્યુને સ્વીકારી લેવું સરળ લાગે છે.

હિમોફેલિયાના દર્દી જીજ્ઞેશ સુખદેવભાઈ પટેલ
હિમોફેલિયાના દર્દી જીજ્ઞેશ સુખદેવભાઈ પટેલ

હિમોફેલિયામાં હિપ જોઈન્ટ હોય કે ઇજા લોહી નીકળ્યા જ કરે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હિમોફેલિયા જ એક એવી બીમારી છે, જેમાં હિપ જોઈન્ટ હોય કે ઇજા લોહી નીકળ્યા જ કરે છે. આવા દર્દીઓ જીવનને કાચના ગ્લાસની જેમ સાચવીને જીવવા મજબુર છે, પરંતુ, મારા કેટલાક દર્દીઓએ લગભગ મહિને 10 વાર ફેક્ટર-9 નામના ઇન્જેક્શન લેવા જ પડે છે, તો જ એમનો દર્દ અને નીકળતા લોહીને અટકાવી શકાય છે, જોકે, આ ઇન્જેક્શનના એક યુનિટની કિંમત લગભગ 25-30 રૂપિયા હોય છે અને ઓછામાં ઓછો 1500 યુનિટનો ડોઝ લેવો જ પડે છે એટલે એકવારમાં 45-50 હજારનો ખર્ચ કરવો પડે છે, જો મહિનામાં 10 વાર લઈએ તો 5 લાખ નો ખર્ચ, બધુ જ વેચી નાખ્યા બાદ પણ જીવી ન શકીએ.

છેલ્લા 1 વર્ષથી દર્દીઓને અપાતા ફેક્ટર-9 ઇન્જેક્શનોનો જથ્થો જ સરકાર મોકલતી નથી
વધુમાં કહ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલમાં હિમોફેલિયા વિભાગ શરૂ થયા બાદ હિમોફેલિયાના દર્દીઓને રાહત થઈ હતી. જેમાં ફેક્ટર-9 અને ફેક્ટર-8ના ઇન્જેક્શન પર જીવતા દર્દીઓને જીવવા માટે તો આશાનું કિરણ દેખાયું હતું, પરંતુ, છેલ્લા એક વર્ષથી દર્દીઓને અપાતા ફેક્ટર-9 ઇન્જેક્શનોનો જથ્થો જ સરકાર મોકલતી નથી એટલે ડોક્ટરો કહે છે 'નો સ્ટોક' પછી દર્દી એકવાર 50 હજારનો ખર્ચ કરે પણ વારંવાર કેવી રીતે કરીને દર્દમાંથી મુક્ત રહી જીવી શકે.

દર્દી કહે છે કે, હોસ્પિટલના જવાબદાર ડોક્ટરોના કાને ગરીબોની મજબૂરી-દર્દ બન્ને સંભળાતા અને દેખાતા જ નથી
દર્દી કહે છે કે, હોસ્પિટલના જવાબદાર ડોક્ટરોના કાને ગરીબોની મજબૂરી-દર્દ બન્ને સંભળાતા અને દેખાતા જ નથી

ઓર્ડર મૂક્યો છે પણ આવ્યો નથી, ક્યાં જઈએ
છેલ્લા 45 દિવસથી આ વિભાગના વડા ડો. વિજયભાઈ શાહ તો એવું કહે છે કે, ઓર્ડર મૂક્યો છે પણ આવ્યો નથી, ક્યાં જઈએ, બે વાર સુપરિટેન્ડન્ટને રજૂઆત કરી છે. આરોગ્ય મંત્રી કુમારભાઈને ફોન કર્યાં, કોઈ સાંભળવાનું તો ઠીક, અમારી લાચારી જોવાનું પણ પસંદ નથી કરતા, જઈએ એટલે ઉડાવ જવાબ આપીને ભગાડતા હોય એવું જ લાગે, આખરે જીવવાનો એક આશરો તમારામાં દેખાયો એટલે ખુલીને બહાર આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો