તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસ રિઓપનનો મામલો:પૂરેપૂરા રૂપિયા ભર્યા છતાં આઇટીએ નોટિસ આપી

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઇડીએસના કેસ રિઓપનનો મામલો

આઇડીએસના કેસ રિઓપન કરવાના મામલામાં અધિકારીઓની ભૂલના પાપે પણ કરદાતાઓને ભોગવવાનું આવ્યંુ હોવાના મામલા સામે આવ્યા છે. આઇડીએસમાં ત્રણેય હપ્તા ભર્યા હોવા છતાં રી-ઓપનની નોટિસો ઇશ્યુ થઈ છે. જે સી.એ. કે કરદાતાએ રૂબરૂ જઇને રજૂઆત કરી તેમની નોટિસો પરત કરવાની હૈયાધરપત અપાઈ છે.

નોટિસો ઇશ્યુ થઈ ગયા બાદ કરદાતાઓ ઓનલાઇન જવાબ આપી ત્રણેય હપ્તા ભરાયા હોવાના પુરાવા હવે આપવા પડશે. બની શકે કે રૂપિયા ક્યાંથી આવ્યા એ સવાલો કરીને અધિકારી કરદાતાને હેરાન કરે. કેમકે, સ્કીમ જ્યારે બહાર પડાય ત્યારે બ્લેકમનીના સોર્સ અંગેની પૃચ્છા કરવામાં નહીં આવે એવી બાંયધરી આપવામાં આવી હતી. જોકે, સી.એ. આલમ કહે છે કે, બે હપ્તા પણ ભરાયા બાદ ત્રીજો હપ્તો ન ભરાય તેવા કેસમાં પણ નોટિસો ઇશ્યુ કરવા જેવી નહતી. જે થયું તે પણ એથિક્સની વિરુધ્ધ છે.

ફોર્મ-4 ઇશ્યુ કરવા મામલે લાપરવાહી
ફોર્મ-4 માત્ર કમિશનર જ ઇશ્યુ કરી શકતા હતા. આ સિવાયના અધિકારીઓને આ અંગે એક્સેસ અપાયો નહતો. આથી અનેક કેસમાં ફોર્મ-4 ઇશ્યુ જ ન કરાયા. જો લોકોએ કે સી.એ. દોડીદોડીને જે તે સમયે ફોર્મ-4 મેળવી લીધા તેઓ રી-ઓપનથી બચી ગયા છે. ફોર્મ જ ન આવ્યા તેઓ પૈકી અનેક ભેરવાયા છે.

અન્ય સમાચારો પણ છે...