એજ્યુકેશન:યુનિ.માં NCC-NSSને બદલે હવે સ્પોર્ટ્સમાં ભાગ લઈ શકાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રમત ઇન્ટર કોલેજ, યુનિવર્સિટી, રાજ્ય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની હોવી જોઇએ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ એનએસએસ, એનસીસી કે સર્ટિફિકેટ કોર્સની જગ્યાએ સ્પોર્ટ્સમાં પણ ભાગ લઇ 2 ક્રેડિટ મેળવી શકશે. જોકે આ ક્રેડિટ આવા વિદ્યાર્થીઓને જ મળશે જેમણે ઇન્ટર કોલેજ, યુનિવર્સિટી, સ્ટેટ કે પછી ઇન્ટરનેશનલ લેવલે ભાગ લીધો હોય. આ મામલે યુનિવર્સિટીએ એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે.

યુનિવર્સિટીમાં ભણતા અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓએ રેગ્યુલર કોર્સ સાથે બે ક્રેડિટનો એડિશનલ કોર્સ કરવાનો હોય છે. જો કે, મોટાભાગના વિદ્યાર્થીઓ એનએસએસ કે એનસીસી કરે છે. હવે યુનિવર્સિટીમાં ન્યુ એજ્યુકેશન પોલીસી હેઠળ ક્રેડિટ કોર્સની સિસ્ટમમાં સુધારો કરાયો છે. જે મુજબ બે ક્રેડિટ કોર્સમાં વિદ્યાર્થીઓ પોતાના કરિઅરમાં કામ લાગે એવા સર્ટિફિકેટ કોર્સ કરી શકશે. જેમાં તેમને બે ક્રેડિટ મળશે.

એવી જ રીતે કોઈ સ્પોર્ટ્સનો વિદ્યાર્થી ઇન્ટર કોલેજ, ઇન્ટર યુનિવર્સિટી, સ્ટેટ લેવલે કે પછી ઇન્ટરનેશનલ લેવલની કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેશે તો તેને બે ક્રેડિટ અપાશે. યુનિવર્સિટીએ આ મામલે ડિપાર્ટમેન્ટના એચઓડી અને કોલેજોના પ્રિન્સિપાલોને પરિપત્ર મોકલી વિદ્યાર્થીઓને જાણ કરવાની સૂચના આપી છે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કામમાં લાગે એવા યુનિવર્સિટીએ 100થી વધારે સર્ટિફિકેટ કોર્સ બનાવ્યા છે. જે કોર્સનું લિસ્ટ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કે પછી કોલેજથી મેળવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...