તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફાયનાન્સ મિનિસ્ટ્રી દ્વારા ગત અઠવાડિયે જ બહાર પાડવામાં આવેલી જીએસટીના દરોડા સંબંધિત ગાઇડલાઇનમાં સર્ચમાં મહિલા અધિકારીને સાથે રાખવા ફરજિયાત હોવા સહિતની સલાહ અધિકારીઓને આપવામાં આવી છે. ડીજીજીઆઇની બિલ્ડિંગના ચોથા માળેથી વેપારીએ કૂદકો માર્યો હોવાની ઘટનાના બે જ દિવસ બાદ બહાર પડેલી આ ગાઇડલાઇનના લીધે સ્થાનિક અધિકારીઓ દિલ્હીના નિશાના પર આવી ગયા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસે તાજી ગાઇડલાઇન દેશના દરેક જીએસટી કમિશનર અને ડીજીજીઇઆઇ ઓફિસને મોકલી છે. જેમાં કહેવાયુ છે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની નજરમાં કેટલીક બાબતો આવી છે જેમાં સર્ચ વખતે યોગ્ય રીતે પંચનામાં બનાવાતા નથી અને સ્ટેટમેન્ટ પણ રેકર્ડ કરવામાં આવતા નથી. જેના કારણે આવા કેસ જ્યારે કોર્ટમાં હિયરિંગ પણ આવે ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઇ છે.
કઇ-કઇ બાબતો પણ ધ્યાન આપવા કહેવાયું
કુદ્યાના 3 દિવસમાં જ મંત્રાલયે પગલાં લેવા પડ્યા
31મી જાન્યુઆરીના રોજ ડો. સતીષ ધાવલેની આગેવાની હેઠળની DGGIની ઓફિસ પરથી વેપારી કૂદ્યો હતો અને ત્યારબાદના ત્રણ દિવસ બાદ આ ફ્રેશ ગાઇડલાઇન આવી હતી. નોંધનીય છે કે આવા જ એક કેસમાં વાપીના બે વેપારીઓને હેરેસમેન્ટ કરવા બદલ એડવોકેટ અવિનાશ પોદ્દાર મારફત કરવામાં આવેલી પિટિશનમાં કોર્ટે નોટિસ પણ ઇશ્યુ કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.