તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:બે હપ્તા ચૂકી જવાથી બેંક કારનો કબજો કરે એ કૃત્ય ગેરકાયદે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરના યુવકને રકમ પરત આપવા બેંકને કોર્ટનો હુકમ
  • બેંકે ઉઘરાણી મુદ્દે ઘરે હોબાળો કરતા પિતાનું અવસાન થયું હતું

પાલનપુર જકાતનાકામાં રહેતો યુવક બિમારીના લીધે કાર લોનના બે હપ્તા ભરી ન શકતા બેન્કે કાર બારોબાર વેચી રૂપિયા વસુલ્યા હતા. મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે હુકમમાં ઠેરવ્યું કે, બે હપ્તા ચૂકી ગયા હોય ત્યારે બેન્ક દ્વારા વાહનનો કબજો લેવાનું કૃત્ય ગેરકાયદેસર છે. કોર્ટે ફરિયાદી યુવકને ડાઉન પેમેન્ટ અને ચૂકવેલા હપ્તાની રકમ રૂ.2 લાખ વ્યાજ સાથે પરત કરવા હુકમ કર્યો હતો.

પાલનપુર જકાતનાકામાં રહેતા જિગરે 3 લાખની લોન લઈ કાર ખરીદી હતી. પિતાની તબિયત બગડતા હપ્તા સમયસર ભરાયા ન હતા. જિગરે બેન્કને જાણ કરતા બેન્કે કમાશો ત્યારે ભરજો કહ્યું પરંતુ બીજા જ દિવસે ઉઘરાણી કરી ઘરે હોબાળો કર્યો હતો. આ સમયે પિતાની તબિયત બગડતા નિધન થયુ હતું.

બેંકે રૂપિયા 2.20 લાખમાં કાર વેચી હતી
આ દરમિયાન બેન્કે ફરિયાદીની ગાડી રૂપિયા 2.20 લાખમાં વેચી દીધી હતી. બેન્કે 2.93 લાખની aઉઘરાણી સામે 2.20 કાપી બાકીના રૂપિયા 73 હજાર વ્યાજ સાથે ચૂકવવાની નોટિસ પણ આપી દીધી હતી. આથી ફરિયાદીએ એડવોકેટ પ્રીતી જોષી મારફત કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટે ડાઉન પેમેન્ટ અ્ને ચૂકવેલા હપ્તાની રકમ રૂપિયા બે લાખ વ્યાજ સાથે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...