• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • It Is Estimated That 10 Thousand Bikes And 4500 Cars Will Be Sold In The City During Navratri, 6 Months Waiting In CNG Cars.

ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રી તેજી:નવરાત્રિ દરમિયાન શહેરમાં 10 હજાર બાઈક અને 4500 કારનું વેચાણ થવાનો અંદાજ, સીએનજી કારમાં 6 મહિનાનું વેઈટિંગ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગ થાળે પડતાં શહેરમાં વાહનોની માંગ વધી એટલે કાર-બાઇકનો સ્ટોક કર્યો : શોરૂમ સંચાલકો
  • કારના પેટ્રોલ-ડીઝલ સેગમેન્ટમાં ઉપયોગમાં લેવાતી ચીપની અછતના કારણે શહેરમાં 1000થી વધુ કારની ડિલિવરી મોડી થઈ શકશે
  • ​​​​​​​3 મહિના અગાઉ કારનું બુકિંગ કરાવનારાને જ નવરાત્રિમાં ડિલિવરી, 15 દિવસ પહેલા બુક કરાવનાર પાછળ ઠેલાશે

કોરોનાની બીજી લહેર બાદ શહેરના ડાયમંડ ઉદ્યોગમાં તેજી આવી છે તથા ટેક્સટાઈલ ઉદ્યોગ પણ થાળે પડી રહ્યો છે. જેથી શહેરની ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં પણ તેજી આવી છે. નવરાત્રિના પર્વને લઈને બાઈક અને કાર શોરૂમ્સમાં લોકો ખરીદી કરતાં જોવા મળી રહ્યા છે. ઓટો શોરૂમ્સ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, નવરાત્રિના 10 દિવસમાં શહેરમાં 10 હજાર બાઈક અને 4500 કારનું વેચાણ થશે. લક્ઝરિયસ કારની ડિમાન્ડમાં પણ વધારો નોંધાયો છે. નવરાત્રિના દિવસોમાં શહેરમાંથી 30 મર્સિડિઝ અને 7 રેન્જરોવર જેગુઆર કાર વેચાવાનો અંદાજ છે.

શહેરના કાર ડીલરોના જણાવ્યા પ્રમાણે, કોરોનાની બીજી લહેર બાદ શહેરના ડાઈમંડ તેમજ ટેક્સટાઈલ ઉદ્યોગો થાળે પડતાં વાહનોની માંગમાં મોટાપાયે વધારો જોવા મળી રહ્યો છે. બાઇક ડીલરો કહે છે કે, હાલ બાઈક ઈન્ડસ્ટ્રીમાં પણ ખુબ જ તેજીનો માહોલ છે. જેને ધ્યાનમાં રાખીને ઘણાખરા ડીલરોએ બાઈકનો સ્ટોક કર્યો છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના અનેક બાઈક ડીલરોએ અંદાજે 50 હજાર બાઈકનો સ્ટોક કરી રાખ્યો છે.

કારની ચીપ મલેશિયાથી આવે છે
કિયા મોટર્સ સાથે સંકળાયેલા ફિરોઝખાન પઠાણ કહે છે કે, પેટ્રોલ તેમજ ડીઝલ કારમાં ઉપયોગમાં લેવામાં આવતી મલેશિયાની ચિપની અછતના કારણે સમય પર ડિલિવરી કરી શકાતી નથી. હાલ મોટાભાગની કારની ડિલિવરીમાં 2 મહિના સુધીનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

કંપની ફિટેડ CNGની માંગ વધુ
હ્યુયન્ડાઈ મોટર્સ સાથે સંકળાયેલા હેમાંગ વ્યાસ કહે છે, હાલ પેટ્રોલ કારની સાથે સીએનજી કારના વેચાણમાં પણ ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કંપની ફિટેડ સીએનજી કારની માંગ વધી હોવાથી વેઈટિંગ વધી ગયું છે. હાલ શહેરમાં કંપની ફિડેટ સીએનજી કારનું 6 મહિનાથી વધુનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

કેટલાક મોડલનો દિવાળી માટે સ્ટોક કરાયો
શિવાની હીરોના મેનેજર વિપુલ ગજેરાએ જણાવ્યું કે, હાલ બાઇકનું સેલિંગ વધી રહ્યું છે. અમે દિવાળીને ધ્યાનમાં રાખીને પણ અમુક મોડલોનો કાપોદ્રામાં સિદ્ધકુટિર મહાદેવ પાસે ગોડાઉનમાં સ્ટોક કર્યો છે.

બાઈકના અમુક મોડલમાં 2 મહિનાનું વેઈટિંગ
મોટાભાગની બાઈક્સની ડિલિવરી સમસસર મળી રહી છે. પરંંતુ અમુક મોડલોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે. જે બાઈક્સમાં વેઈટિંગ ચાલી રહ્યુ છે તેનું બુકિંગ પણ કંપનીઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. અમુક મોડલમાં 2 મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

બે શો રૂમમાં કારના બુકિંગ બંધ
કોરોના હવે થાળે પડ્યો છે ત્યારે માર્કેટમાં તેજી આવી છે. લોકો પણ ખરીદી કરવા માટે નિકળી રહ્યા છે. ત્યારે કાર અને બાઈકની પણ સુરતીઓ ધુમ ખરીદી કરી રહ્યા છે. પરંતુ નવરાત્રિમાં વધારે કારના બુકિંગ આવી જતાં કારના શોરૂમ્સ પાસે સ્ટોક ખુટી પડ્યા છે. ત્યારે શહેરના બે કાર શોરૂમ્સ દ્વારા બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

30% કારનું નવરાત્રિમાં વેચાણ
30 ટકા કાર માત્ર નવરાત્રિના 10 દિવસમાં વેચાય છે. જે લોકોએ 1થી 3 મહિના પહેલા બુક કરાવી છે તેમને ડિલિવરી મળશે. પરંતુ કંપનીઓ પાસે સ્ટોક ન હોવાથી જેમણે 15 દિવસ પહેલા બુક કરાવી છે તેમની ડિલિવરી અટવાઈ છે. નવરાત્રિમાં ખરીદવા માંગતા 1000થી વધારેની ડિલિવરી અટવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...