બદલી:IT ઇન્વેસ્ટિગેશન - GSTમાં 70 અધિકારીઓ બદલાયા, કેયુર પટેલના સ્થાને વિભોર બદોહી આવ્યાં

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત-અમદાવાદ અને વડોદરામાં બદલી કરાઇ

આવકવેરા વિભાગની ઇન્વસ્ટિગેશન વિંગમાં બદલીના આદેશ કરાયા છે. ડેપ્યુટી કમિશનર કેયુર પટેલની જગ્યાએ વિભોર બદોહીની નિમણૂક કરવામા આવી છે. ડેપ્યુટી કમિશનર કેયુર પટેલની ટૂંકાગાળામાં જ બદલી કરાઈ છે. સામાન્ય રીત આ પદ પર અધિકારી બે વર્ષ સુધી રહેતા હોય છે. જ્યારે ડેપ્યુટી કમિશનર કેયુર પટેલને હજી એક વર્ષ પણ થયો નહતો. તેમના સમયમાં બિલ્ડરોને ત્યાંનુ સર્ચ ઓપરેશન ખાસ્સુ ચર્ચામાં રહ્યુ હતુ. તેમની ટીમે ફિક્સ ડિપોઝિટ ધારકોને ઘેર્યા હતા. જે સુરતમાં પહેલીવાર હતુ.

વિભોર બદોહીની કંઇ લાઇન કામ કરી ગઈ
ઇન્વેસ્ટિગેશન વિંગના એડિશનલ કમિશનર તરીકે વિભોર બદોહીની નિમણૂકથી અનેકને આશ્ચર્ય પણ થઇ રહ્યું છે. કેમકે પદ પર અનેક અધિકારીઓની દાવેદારી હતી. કેટલાંક વર્ષોથી સુરતમાં છે તેવા અધિકારી પણ આ પદ પર આવવા આતુર હતા.

GSTમાં મોટાપાયે બદલી
આજે જીએસટી વિભાગમાં મોટાપાયે બદલીના આદેશ કરાયા હતા. 70થી વધુ અધિકારીઓની બદલીઓ સુરત, અમદાવાદ અને વડોદરા ખાતે કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...