તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી રેમડેસિવિર કૌભાંડ:સુરતના આધેડે વડોદરા, દાહોદ અને ગોધરામાં 200 નકલી રેમડેસિવિર વેચ્યા હોવાનો ઘટસ્ફોટ

સુરત8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સુરતમાં પણ જે દર્દીઓને નકલી ઇન્જેક્શન પધરાવ્યા હતા તેમના ક્રાઇમ બ્રાંચે નિવેદન નોંધ્યા
 • નકલી રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડના આરોપીઓના કેસ નહીં લડવા બાર કાઉન્સિલની વકીલોને અપીલ

નકલી રેમડેસીવીર કૌભાંડમાં સંડોવાયેલા સુરતના જયદેવસિંહ ઝાલાએ વડોદરા, દાહોદ અને સુરતમાં પણ 200 ઈન્જેકશન વેચ્યા હોવાનો ઘટસ્ફોટ ક્રાઈમબ્રાંચની તપાસમાં થયો છે. જયદેવસિંહ ઝાલાએ સુરતમાં જે દર્દીઓના સગાંઓને ઈન્જેકશન વેચ્યાં હતા તેમના પણ ક્રાઈમબ્રાંચે નિવેદન નોંધ્યા હતા. ઓલપાડના પિંજરત ખાતેના ફાર્મહાઉસમાં નકલી ઈન્જેકશન તૈયાર કરનારા અડાજઅણના કૌશલ વોરા પાસેથ જયદેવસિંહે ઈન્જેકશન ખરીદ્યા હોવાથી ક્રાઈમબ્રાંચે તેની સામે ગુનો નોંધ્યો હતો.ઉલ્લેખનીય છે કે, મોરબીમાં નોંધાયેલા ગુનામાં કૌશલનું નામ ખુલતા ત્યાંની પોલીસે કૌશલની ધરપકડ કરી છે. બીજી તરફ, રેમડેસીવીર કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓના કેસ નહીં લડવા બાર કાઉન્સીલે તમામ વકીલોને અપીલ કરી છે.

મોત નિપજ્યું હશે તો ફરિયાદમાં કલમો ઉમેરાશે
ક્રાઈમ બ્રાંચના એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું કે, જો કોઈ એકનું પણ મોત નિપજ્યું હશે તો ફરિયાદમાં કલમો ઉમેરવામાં આવશે. એવું નહીં કે આ ઇન્જેક્શનની આડઅસરથી કોઈનું મોત થયું હોય તો જ કલમ ઉમેરાશે પરંતુ આ ઇન્જેક્શન લીધું હોય પરંતુ તેનો લાભ કે નુકસાન થયું ન હોય અને પેશન્ટનું મોત થયું હોય તેવા સંજોગોમાં પણ કલમ ઉમેરાશે.

સાંઈદીપ હોસ્પિટલે દર્દીના નામે સિવિલમાંથી લીધેલા દસ ઈન્જેકશન બારોબાર વેચી નાખ્યા, આરોપી પાસેથી જપ્ત કરેલા આઠ ઈન્જેકશન સિવિલને પાછા આપી દેવા કોર્ટનો હુકમ
ભેસ્તાનમાં આવેલી સાંઈદીપ હોસ્પિટલના સંચાલક સહિત બે કર્મચારીઓએ અગાઉ પણ 10 ઈન્જેકશન બારોબાર વેચી નાખ્યા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. હાલમાં બને આરોપી સુભાષ શ્રીરામસુમિરન યાદવ (રહે. ભાવિદર્શન સોસાયટી,મગદલ્લા ગામ) અને વિશાલ રાજુ ઉગલેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

નિયમ મૂુજબ ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સિવીલ હોસ્પિટલમાંથી રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવતા હતા. સાંઈદીપ હોસ્પિટલ દર્દીઓના નામે ઈન્જેકશન સિવીલમાંથી મેળવતા હતા. જેમાંથી અમુક ઈન્જેકશન દર્દીઓને આપતા હતા જયારે બાકીના બચેલા બારોબાર 18 હજારની કિંમતે વેચી નાખતા હતા. અત્યારસુધી આ પ્રકારે દસ ઈન્જેકશન વેચી નાખ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

હવે પોલીસ સિવિલ હોસ્પિટલનો રેકોર્ડ અને સાંઈદીપ હોસ્પિટલનો રેકોર્ડનો તાળો મેળવીને સાંઈદીપને કેટલા ઈન્જેકશન આપવામાં આવ્યા હતા તે અંગે તપાસ શરૂ કરી છે. આરોપીઓ પાસેથી કબજે કરેલ 8 ઇન્જેક્શનો સિવિલ હોસ્પિટલને આપી શકાય તે માટે પોલીસે કોર્ટમાં અરજી કરતા કોર્ટે તે ઇન્જેક્શનો સિવિલ હોસ્પિટલને આપી દેવા ઓર્ડર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો