ઠંડી વધી:એક જ રાતમાં તાપમાન 4.7 ડિગ્રી ગગડી જતાં ઠંડી વધી

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર-પૂર્વના પવનથી 2 દિવસમાં પારો 7 ડિગ્રી ઘટ્યો
  • ​​​​​​​ઉતરાણમાં 12થી 13 ડિગ્રી ઠંડી પડવાની શક્યતા

સુરત શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનો સર્કિય થતા સતત બે દિવસથી પારો ગગડી રહ્યો છે. સોમવારે 2 ડિગ્રી બાદ મંગળવારે લઘુત્તમ તાપમાનમાં 4.7 ડિગ્રીનો નોઁધપાત્ર ઘટાડો થયો છે. એક જ રાતમાં લઘુત્તમ તાપમાનમાં થયેલા નોંધપાત્ર ઘટાડાથી ઠંડીની અસર વધી છે.

આગામી બે દિવસ તાપમાન સામાન્ય રહેશે ત્યારબાદ 13થી 15 વચ્ચે ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેને લઇ લઘુત્તમ તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું હતું.ગઇકાલની સરખઆમણીએ મહત્તમ તાપમાનમાં 0.5 ડિગ્રીનો વધારો જ્યારે લઘુત્તમ તાપમાનમાં વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 67 ટકા અને સાંજે 29 ટકા નોંધાયું હતું. ઉત્તર-પૂર્વ દિશાથી 5 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા.

નોંધનીય છે કે, સુરત શહેરમાં ફુલગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે. આ સિઝનમાં 13.6 ડિગ્રી સુધી લોએસ્ટ તાપમાન ગયું છે. કોલ્ડવેવનો રાઉન્ડ આવતા ઉત્તરાયણમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. ઉત્તરાયણમાં પવન સાથે ઠંડીનું જોર રહેશે અને ઠંડીનો પારો 12થી 13 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...