તપાસ:સુરત - સોનગઢમાં છ જગ્યાએ IT ‌‌વિભાગના દરોડા, જમીનદલાલ સહિત અનેક સાણસામાં

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અલથાણના અનિલ સોલંકી, બળવંત અને જામુ સહિત અનેક ત્યાં આઇટીની તપાસ
  • આઇટીને ખેડૂતો વ્યાજે રૂપિયા ફેરવતા હોવાની માહિતી મળી, ડોક્યુમેન્ટ્સની ચકાસણી શરૂ કરાઇ

‌વિધાનસભાની ચૂંટણી અગાઉ આઇટીએ જમીન દલાલ, સટ્ટા રમનારા અને બ્લેકમની જનરેટ કરવાના કામ સાથે સંકળાયેલાઓના 6 જગ્યાએ દરોડા પાડયા છે. સમગ્ર પ્રોસસમાં ખેડૂતો પણ આવી ગયા છે. જમીનોના મોટા સોદા કરી ટેક્સ નહીં ભરનારા પણ સામેલ છે. ખેડૂતો વ્યાજે રૂપિયા ફેરવતા હોવાની માહિતી આઇટીને મળી છે. અલથાણના ખેડૂત અનિલ સોલંકીને ત્યાંથી જમીનોને લગતા ડોક્યુમેન્ટ મળ્યાની વાત સામે આવી છે. ડોક્યુમેન્ટની ચકાસણી બાદ મોટા ધડાકાની સંભાવના IT અધિકારીઓ કરી રહ્યા છે.

IT ઇન્વેસ્ટિગેશન વિંગના સૂત્રોએ કહ્યુ કે ચૂંટણી દરમિયાન જ્યારે રૂપિયાની હેરફેર પર નજર રખાઇ રહી છે ત્યારે કેટલાંક ડેટા અને ટ્રાન્ઝેકશનની ચકાસણીમાં સોનગઢ અને સુરતમાં દરોડા પડાયા હતા. સોનગઢમાં સટ્ટા સાથે સંકળાયેલાં અને બ્લેક મની જનરેટ કરતાં એક વ્યક્તિને સાણસામાં લેવાયો હતો. સુરતમાં જમીનોના સોદામાં 4થી વધુ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી.

જમીન દલાલો, ખેડુતો - બિલ્ડરો ટેન્શનમાં,દરોડાનું કાર્યક્ષેત્ર વધી શકે છે
અલથાણના ખેડૂત અનિલ સોલંકી, બળવંત અને જામુને ત્યાં તપાસ થતાં તેની સાથે સોદા કરનારા અન્ય ખેડૂતો, દલાલો અને બિલ્ડરો પણ દોડતા થઈ ગાય છે. અધિકારીઓએ છેલ્લાં લાંબા સમયથી જમીનોના સોદા પર વોચ રાખી રહ્યા હતા. કેપિટલ ગેઇન સહિતના કેટલાંક ઇસ્યુને લઇને તપાસનો આરંભ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. અધિકારીઓ હાલ જે તે પાર્ટીઓના સ્ટેટમેન્ટ લઇ રહ્યા છે. જમીનોના સોદા કોની સાથે થયા છે તેમાં બ્રોકર કોણ હતા અને ક્યા બિલ્ડરે જમીનો ખરીદી છે તેની તપાસ બાદ અધિકારીઓ દરોડાનુ કાર્યક્ષેત્ર વધારી પણ શકે છે.

ઇલેકશન સાથે લેવા-દેવા
અચાનક કરાયેલાં દરોડાને લીધે આજે એક વાત ચર્ચામાં રહી હતી કે ઇલેકશનને લગતા કેટલાંક ઇસ્યુને લઇને તપાસ કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓ હાલ આ બાબતે કંઇ કહેવા તૈયાર નથી. દરોડામાં સામે કોઇ વ્યક્તિએ પાર્ટી ફંડ સપ્લાય કર્યું હોવાની વાત પણ ચર્ચામાં છે.

અન્ય સમાચારો પણ છે...