તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ બિલિગ કેસ:40 કરોડની ITC ઉસેટનાર સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • SGSTએ આખું કાૈભાંડ ઝડપી પાડ્યું હતું

બોગસ બિલિગના કેસમાં સંડોવાયેલા આરોપી અભિનય અગ્રવાલ સામે કોર્ટે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું છે. આરોપીને અગાઉ કોર્ટે શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો, જો કે આરોપીએ રૂપિયા હપતામાં ભરવાની શરતનું પાલન નહી કરતા કોર્ટે જામીન રદ કર્યા હતા. ત્યારબાદથી આરોપી ગીરફતમાં આવ્યો નથી.

આ કેસમાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી. એસજીએસટીએ આરોપી અભિનયને ત્યાં દરોડા પાડીને રૂપિયા 40 કરોડની આઈટીસી પાસઓન કરી હોવાનું કાંડ શોધી કાઢ્યું હતું. આ કેસમાં આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી આરોપી અભિનય અગ્રવાલએ તબક્કવાર કોર્ટમાં રૂપિયા ભરવાના હતા, જે ભરવામાં આરોપી સરેઆમ નિષ્ફળ રહ્યો હતો. જેને પગલે અદાલત દ્વારા તેની સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો