તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ઓલપાડના સાયણમાં આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું, 15 ઓક્સિજન સિલિન્ડર સાથે 40 બેડની સગવડ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણ વધતા આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. - Divya Bhaskar
કોરોના સંક્રમણ વધતા આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
  • શ્રી સાંઈ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર્દીને તમામ પ્રકારની મફત પ્રાથમીક સારવાર અને જમવા સાથેની સુવિધા મળશે

સુરત ગ્રામ્ય સાથે ઓલપાડ તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જે આરોગ્ય વિભાગના પોઝિટિવ કેસના આંકડાઓ પરથી પણ સાબિત થયું છે. ઓલપાડ તાલુકાની વાત કરીએ તો તાલુકાના 105 ગામો પૈકી સાયણ તથા આજુ બાજુના ગામોમા પોઝિટિવ કેસની સંખ્યા વધુ છે આટલું જ નહી પણ કોરોનાએ સૌથી વધુ લોકોનો સાયણ ગામમા ભોગ લીધો છે. સાયણ ગામ ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના કામદારો પણ મોટી સંખ્યામાં વસેલા છે. ત્યારે ગરીબ અને મધ્યમ પરિવારો સભ્ય કોરોના સંક્રમિત થાય ત્યારે તેને હોમ ક્વોરન્ટીન કરવાની વાતે મોટી તકલીફ ઉભી થાય છે. આટલુંજ નહી પણ સગવડે અભાવે પરિવારના અન્ય સભ્યો પણ સંક્રમિત થતા સાયણ વિસ્તારમાં કોરોના સંક્રમણનો આંક વધ્યો છે.

આઈસોલેશન સેન્ટરમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરાઈ છે.
આઈસોલેશન સેન્ટરમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરાઈ છે.

મફત સુવિધા અપાશે
ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, સાયણ સુગર ચેરમેન રાકેશ પટેલ, જીવનરક્ષા હોસ્પિટલ ટ્રસ્ટ મંત્રી ધર્મેશભાઈ પટેલ તથા ટ્રસ્ટના સભ્યોની ઉપસ્થિતિમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈના હસ્તે આઇસોલેસન સેન્ટર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સાયણ તથા આજુ બાજુના વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગનો કરોના સંક્રમિત થયેલા દર્દીને કોરોના લક્ષી ઘર આંગણે પ્રાથમીક સુવિધા સાથે સારવાર મળતી થાય તેવા શુભ આશયે શ્રીસાઈ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, સાયણ સંચાલિત 15 ઓક્સિજન સિલિન્ડર સાથે 40 બેડથી સુવિધા સાથે તાલુકાનું પ્રથમ આઇસોલેસન સેન્ટર કાર્યરત થયું છે. અહીં આવેલા કોરોના પોઝીટીવ દર્દીને તમામ પ્રકારની પ્રાથમીક સારવાર અને સુવિધા મફત આપવામાં આવશે.

ટ્રસ્ટના સભ્યો સ્મશાને અંતિમ ક્રિયા પણ કરે છે
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કે ઘરે હોમ ક્વોરન્ટીન રહેલા કોરોના પોઝીટીવ દર્દીના મોત બાદ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે લઈ જવાની બાબતે સ્વજનોને થતી તકલીફ દુર કરવાના આશયે શ્રી સાંઈ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, સાયણ ના સભ્યોએ કોવિડના મૃતકોને સ્મશાને અંતિમ ક્રિયા માટે લઈ જવાની કામીગીરી પણ કરાઈ રહી છે.

જરૂરીયાત પ્રમાણે વધુ સુવિધા ઉભી કરવામાં આવશે.
જરૂરીયાત પ્રમાણે વધુ સુવિધા ઉભી કરવામાં આવશે.

સેન્ટરમાં જરૂરી તમામ સુવિધા
મુકેશ પટેલ, ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સાયણ ગામમા રહેતા ગરીબ અને મધ્યમાં પરિવારના કોરોના પોઝિટિવ થયેલા દર્દીને ઘર આંગણે પ્રાથમીક સારવાર મળી રહે તે માટે 40 બેડ સાથે કાર્યરત કરાયેલા આઇસોલેસન સેન્ટર મા ઓક્સિજન સાથે અન્ય કોઈપણ સુવિધાની જરૂર પડ્યે સરકાર તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી આપશે જેથી દર્દીને સારવારમાં વધુ સગવડતા રહેશે.