તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • At The Isolation Center In Varachha, Surat, Corona free Patients Are Given Tree Plants To Explain The Importance Of Oxygen

સહયોગ:સુરતના વરાછામાં આઈસોલેશન સેન્ટરમાંથી કોરોના મુક્ત થયેલા દર્દીઓને ઓક્સિજનનું મહત્વ સમજાવતા વૃક્ષોના છોડ અપાય છે

સુરત3 મહિનો પહેલા
ઓક્સિજનનું મહત્વ સમજાવતા પીપળા, તુલસી અને વડનો છોડ ભેટમાં આપવામાં આવે છે.
  • દર્દીઓને નિશુલ્ક સારવાર આપવાની સાથે સાથે હું તને પ્રેમ પણ આપવામાં આવે છે

કોરોના મહામારીની બીજી લહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. જેની સાથે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે તુલસી રો હાઉસની વાડીમાં સેવ લાઈફ ફાઉન્ડેશન દ્વારા આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીઓને ૩ ટાઇમ જમવાનું તથા દવા ઉકાળા ગરમ પાણી સહિતની નિશુલ્ક સુવિધા આપવામાં આવી રહી છે. સાથે જ દરેક બેડ પર વૃક્ષનો છોડ મૂકવામાં આવ્યો છે તથા કોરોના મુક્ત થયેલા દર્દીઓને ઓક્સિજનનું મહત્વ સમજાવતા પીપળા, તુલસી અને વડનો છોડ ભેટમાં આપવામાં આવે છે

બેડની બાજુમાં એક વૃક્ષનો છોડ મૂકવામાં આવ્યો છે
સેવ લાઈફ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશભાઈ સાવજ જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસથી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં સંસ્થાઓના સહયોગથી દર્દી નારાયણની સેવા કરવામાં આવી રહી છે દર્દીઓને હાલ ઓક્સિજનની જરૂર પડતી હોવાથી ઓક્સિજન આપતા વૃક્ષો નું મહત્વ સમજાવવા માટે દરેક બેડની બાજુમાં એક વૃક્ષનો છોડ મૂકવામાં આવ્યો છે તેમજ દર્દી કોરોના મુક્ત થાય ત્યારે તેમને વૃક્ષનો છોડ ભેટ આપવામાં આવે છે જેથી તેઓ વૃક્ષ ના છોડ નું જતન કરીને ઓક્સિજન આપતા છોડને ઉછેરી શકે અને ફરી ઓક્સિજનની ઘટના સર્જાય તેવું મહત્વ સમજાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

ઘણા દર્દીઓને કોરોના મુક્ત કરવામાં આવ્યા
સેવ લાઈફ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા વિજયભાઈ સાવલિયા જણાવ્યું કે સંસ્થા દ્વારા અગાઉથી નાના-મોટા મેડિકલ કેમ સહિતની માહિતી પૂરી પાડતી પ્રવૃત્તિ કરવામાં આવતી હતી જોકે કોરોના મહામારીમાં આઇસોલેશન સેન્ટર તરીકે ઘણા દર્દીઓને કોરોના મુક્ત કરવામાં આવ્યા છે જેમાં સૌરાષ્ટ્રથી આવેલા દર્દીઓને પણ સારવાર આપવામાં આવી છે. દવાની સાથે ઓક્સિજન પણ નિશુલ્ક આપવામાં આવતો હતો. હવે સુરત માટે કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઓછી થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે જે શહેર માટે અને રાજ્ય માટે એક સારી બાબત છે.