રાધાકૃષ્ણા મંદિરનું નિર્માણ:વેસુમાં 21 કરોડના ખર્ચે 15 હજાર સ્કવેર ફૂટમાં 42 રૂમવાળા અતિથિ ભવન સાથે ઇસ્કોન મંદિર બનશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બહારથી આ‌વનારા શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં જ દરેક પ્રકારની વ્યવસ્થા કરાશે. જેમાં ભોજનથી લઈ રહેવા સુધીની તમામ સુવિધા સામેલ હશે. - Divya Bhaskar
બહારથી આ‌વનારા શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં જ દરેક પ્રકારની વ્યવસ્થા કરાશે. જેમાં ભોજનથી લઈ રહેવા સુધીની તમામ સુવિધા સામેલ હશે.
  • મંદિરનું ભૂમિપૂજન થઈ ચુક્યું છે, કૃષ્ણ જન્માષ્ટમી બાદ નિર્માણ કાર્ય શરૂ થઈ 1 વર્ષમાં પૂર્ણ થશે

વેસુ સ્થિત સ્ટાર ગેલેક્સી પાસે 21 કરોડના ખર્ચે ઇસ્કોન સંચાલિત રાધાકૃષ્ણા મંદિરનું નિર્માણ કરાશે. આ મંદિર હરેકૃષ્ણા સ્પ્રિચ્યુઅલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સેન્ટર તરીકે પણ કામ કરશે. મંદિર 15 હજાર સ્કવેર ફૂટમાં બનશે. જેમાં 42 રૂમવાળો અતિથિ ભવન પણ હશે. મંદિર બનાવતા એક વર્ષનો સમય થશે. જેના માટે વેસુના સ્ટાર ગેલેક્સી પાસે જમીન ખરીદીને ભૂમિપૂજન થઈ ચુક્યું છે.

મંદિરનું નિર્માણ કાર્ય કૃષ્ણ જન્માષ્ટમી પછી શરૂ થઈ જશે. મૂર્તિ સ્થાપના માટે દેશ વિદેશના સંતો અને મહંતો આવશે. હાલ ભગવાનની મૂર્તિ બનાવવાનું કામ સોંપી દેવાયું છે. સમગ્ર મંદિર અને ભગવાનની મૂર્તિ સંપૂર્ણ રીતે માર્બલની હશે. મૂર્તિ જયપુરથી બનીને આવશે.

મંદિર પરિસરમાં ડોરમેટરીની સુવિધા પણ રહેશે
આ મંદિરમાં એક સત્સંગ હોલ હશે. જેમાં સેંકડો શ્રદ્ધાળુઓ એક બેસી શકશે. એ સાથે જ પૂજા હોલ તેમજ 42 રૂમનો અતિથિ ભવન પણ મંદિર પરિસરમાં હશે. તે સિવાય ભોજનાલય, પાર્કિંગ અને ગોર્ડન પણ હશે. બહારથી આ‌વતા શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં જ ડોરમેટરીની પણ વ્યવસ્થા કરાશે. દરરોજ 1000 લોકોને પ્રસાદ તરીકે ભોજન પીરસવામાં આવશે.

મંદિર આધ્યાત્મિક શિક્ષણ અને પ્રશિક્ષણનું કેન્દ્ર રહેશે
​​​​​​​થોડા સમય પહેલા મંદિરના નિર્માણ માટે વેસુના સ્ટાર ગેલેક્સી પાસે 15 હજાર સ્કવેર ફૂટની જગ્યા ખરીદાઈ હતી. ભૂમિપૂજન પણ થઈ ચુક્યું છે અને જન્માષ્ટમી બાદ નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. જે એક વર્ષમાં પૂર્ણ થઈ જશે. સંપૂર્ણ મંદિર માર્બલનું હશે. મૂર્તિ બનાવવાનું કામ જયપુરના મૂર્તિકારને સોંપાયુ છે. આ મંદિર આધ્યાત્મિક શિક્ષણ અને પ્રશિક્ષણનું કેન્દ્ર રહેશે. જે આત્મા માટે આધ્યાત્મિક હોસ્પિટલનું કામ કરશે. મંદિર પરિસરમાં નિયમિત રીતે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શિબિર યોજવામાં આવશે.> રાધાચરણ દાસજી, મંદિર નિર્માણ મેનેજિંગ કમિટીના મેનેજર

અન્ય સમાચારો પણ છે...