ચાઈનીઝ દોરીનું વેચાણ કર્યું તો ખેર નથી:સુરતમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો ઝડપાયા, સોશિયલ મીડિયા નો ઉપયોગ કરી વેચાણ કરતી હતી દોરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર સામે પોલીસની કાર્યવાહી - Divya Bhaskar
સુરતમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર સામે પોલીસની કાર્યવાહી

પ્રતિબંધીત અને ઘાતક ચાઇનીઝ દોરીના બોબીનનું વેચાણ કરતા એક ઈસમને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ૩ હજારની કિમતના 15 નંગ દોરીના બોબીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો બીજી તરફ ફેસબુકના માધ્યમથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૪ હજારની કિમતના ૪૦ નંગ દોરીના બોબીન કબજે કર્યા હતા .

ચાઈનીઝ દોરી વેચનાર પર પોલીસની કાર્યવાહી

ઉતરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગુજરાતમાં પતંગ દોરાની માર્કેટો પણ ધમધમતી થઇ ગયી છે તો બીજી તરફ કેટલાક લોકો ઓનલાઈન તેમજ ખાનગી રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે ત્યારે પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી શરુ કરી છે. સુરતમાં ડીંડોલી પોલીસને માહિતી મળી હતી કે ડીંડોલી રામી પાર્ક સોસાયટી પાસે આવેલી સબ્જી માર્કેટ પાસે જાહેરમાં એક ઇસમ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. માહિતીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડી ૨૩ વર્ષીય રાજેશ ભગવાનભાઇ સંતને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી MONO SKY કંપની લખેલ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ૩ હજારની કિમતના ૧૫ નંગ દોરીના બોબીન કબજે કર્યા હતા અને આ સમગ્ર મામલે તેની આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ફેસબુકના માધ્યમથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો ઝડપાયો

સુરત એલસીબી શાખા ઝોન ૨ ની ટીમને માહિતી મળી હતી કે એક ઇસમ ફેસબુકના માધ્યમથી લોકોને ચાઇનીઝ દોરી ખરીદવા બાબતે મેસેજ કરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે જે માહિતીના આધારે પોલીસે તપાસ કરી નાના વરાછા ખાતે રહેતા કૃણાલ લાલજીભાઈ કથીરિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૪ હજારની કિમતની MONO KITE FIGHTER નામની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ૪૦ બોબીન જપ્ત કરી તેના વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...