તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:નકલી પાસપોર્ટમાં ઇરફાનની તપાસમાં નવી દિલ્હીના બે એજન્ટોના નામ ખુલ્યા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોહંમદ ઇરફાન ઐયુબ ઈસ્માઈલ. - Divya Bhaskar
મોહંમદ ઇરફાન ઐયુબ ઈસ્માઈલ.
  • આરોપી પાસેથી 6 ઓરિજિનલ અને મોબાઇલમાંથી 26 પાસપોર્ટની કોપી મળી હતી

નકલી વિઝા-પાસપોર્ટમાં ATSના હાથે પકડાયેલા મોટા વરાછાના મોહંમદ ઇરફાન ઐયુબ ઈસ્માઈલના તાર દિલ્હી સુધી લંબાયેલા છે. મોહંમદ ઈરફાન દિલ્હીના બે એજન્ટો મારફતે કામ કરતો હોવાની વાત તપાસમાં સામે આવી છે. ATS બન્ને દિલ્હીના એજન્ટોને શોધવા માટે પણ કવાયત શરૂ કરી છે.

સાથે આરોપી પાસેથી 6 ઓરિજનલ પાસપોર્ટ અને મોબાઇલમાંથી 26 પાસપોર્ટની ફોટો કોપી જોવા મળી છે. આ તમામ પાસપોર્ટની તપાસ કરવા માટે ATSના અધિકારીએ પાસપોર્ટ ઓફિસમાંથી વિગતો મંગાવી છે. ઈરફાનના મોબાઇલમાં કેટલીક ચોંકાવનારી વિગતો ATSને જાણવા મળી છે. હાલમાં ATSએ આ બાબતે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી છે.

આરોપી પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં રહી તેની સાથે ચેટિંગ અને વોટસએપ કોલીંગથી વાત કરતો હતો. પાકિસ્તાની મહિલા એજન્ટ હાલમાં સાઉથ આફ્રિકામાં રહેતી હોવાનું જાણવા મળેલ છે. નેપાળ, આર્મેનિયા, તુર્કી, કેનેડા, અમેરિકાના વિઝા લાગેલા પાસપોર્ટની નકલી કોપી મળી હતી. મોહંમદ ઈરફાન સામે અગાઉ સુરત, ભરૂચ, વડોદરા, મુંબઈ, કોલકાતામાં કેસ નોંધાયા છે. આરોપીના મોબાઇલ વોટ્સએપ ચેટમાંથી એક મેસેજ પણ મળ્યો હતો, જેમાં તે કોઈને જણાવે છે કે તેનું એરપોર્ટ પર સેટિંગ છે તથા પાકિસ્તાની બાંગ્લાદેશીને યુરોપ, સાઉથ આફ્રિકા, કેનેડા અને યુકેમાં મોકલે છે.

1 માસમાં બાંગ્લાદેશના ડોક્યુમેન્ટસ બની જાય છે
ATS સમક્ષ ઈરફાને જણાવ્યું કે બાંગ્લાદેશમાં મહિનો રહેતા ત્યાં સરળતાથી રહેઠાણના પુરાવા બની જાય છે જેના આધારે બાંગ્લાદેશથી અન્ય દેશોમાં પણ જઈ શકાય છે. ઈરફાને અમુક લોકોને વાયા બાંગ્લાદેશ થઈને વિદેશમાં મોકલ્યા છે. કેટલા લોકોને મોકલ્યા તે બાબતે ATS પૂછપરછ કરી રહી છે. ટૂંકમાં રિમાન્ડમાં આંકડો પણ બહાર આવી શકે છે. સાથે ATS આરોપી મોહંમદ ઈરફાનની છેલ્લા 6 મહિનાની કોલ ડિટેઇલ્સ તપાસ કરે તો ઘણી બધી હકીકતો બહાર આવી શકે છે. તેમાં પણ ખાસ કરીને વોટસએપની ડિટેઇલ્સની તપાસ કરાય તો ઘણી ચોંકાવનારી વિગતો ATSને મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...