કાર્યવાહી:મહિધરપુરામાં IPL પર સટ્ટો રમાડનાર ઝડપાયો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિધરપુરા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર પોલીસને માહિતી મળી હતી કે નવાપુરા હનુમાન ટેકરો ખાતે રહેતો અશોક ભગવાનદાસ રાણા ઘરે આઈપીએલની કિંગ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર ઓન લાઈન સટ્ટો રમાડે છે.તેથી પોલીસે અશોક રાણાને ત્યાં છાપો મારીને ત્યાંથી ત્રણ ફોન,ટીવી, વગેરે કબજે કરીને અશોક અને જીતુ નામના બુકી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અશોકની ધરપકડ કરીને જીતુને વાન્ટેડ બતાવ્યો છે.કુલ 30500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...