તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિ:ઇનડોર ભાડેથી ફાળવવા ઓફર મંગાવી

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાને લઈ હજુ નવરાત્રિમાં મોટા આયોજન માટે મંજૂરીની વિચારણા સરકાર દ્વારા ચાલી રહી છે ત્યાં હવે પાલિકાએ નવરાત્રી માટે ઇનડોર સ્ટેડિયમ ભાડેથી ફાળવવા ઓફર મંગાવી છે. ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર છે. નવ દિવસ માટે ઇનડોર સ્ટેડિયમ ભાડેથી ફાળવવા ટેન્ડર નોટિસ બહાર પાડીને ઓફર મંગાવાઈ છે. 1 ઓક્ટોબર સુધીમાં બંધ કવરમાં આયોજકોએ પાલિકાની મુખ્ય કચેરીએ ફોર્મ જમાં કરાવવાનું રહેશે. ડિપોઝિટ 2 લાખ જેટલી જમાં કરાવવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે છેલ્લે દિવસે 25 લાખમાં ઇન્દોર સ્ટેડિયમ ભાડેથી અપાયું હતું. હાલમાં કોરોનાને લઈ સરકારે મંજૂરી આપી નથી એટલે પાલિકાએ હાલમાં ઓફર જ મંગાવી છે ત્યાર બાદ સરકાર જે નિર્ણય લેશે તે પ્રમાણે પાલિકા અમલ કરશે.

અન્ય સમાચારો પણ છે...