રોકાણકારો ફસાયા:એડવાન્સ આપીને રોકાણકારો ફસાયા, 5 પ્રોજેક્ટ શરૂ જ ન થયા, 25નાં કામ અધૂરા

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક
સારોલી બ્રોકર-સમિતિએ ભોગ બનનારા વેપારીઓ સાથે કરેલી બેઠક. - Divya Bhaskar
સારોલી બ્રોકર-સમિતિએ ભોગ બનનારા વેપારીઓ સાથે કરેલી બેઠક.
 • સારોલી બ્રોકર-વેપાર સંઘર્ષ સમિતિએ મીટિંગ કરી, ભોગ બનનારની યાદી બનાવાશે
 • ઘણી કાપડમાર્કેટનું 7 વર્ષથી બાંધકામ ચાલુ, બિલ્ડરો કબજો નથી આપતા

સારોલી સહિતના વિસ્તારોમાં કાપડ માર્કેટ બાંધવાના નામે ઘણા બિલ્ડરોએ રૂપિયા ઉગરાવી લીધા પરંતુ માર્કેટ ન બનાવતા 1000થી વધારે વેપારીઓના 500 કરોડથી વધારે રૂપિયા ફસાઈ ગયા છે. ભોગ બનનારાઓનું લિસ્ટ બનાવવા સારોલી બ્રોકર અને વેપાર સંઘર્ષ સમિતિએ સોમવારે મિટિંગનું આયોજન કર્યું હતું.

શહેરમાં ચીટર બિલ્ડરોની પણ ભરમાર ઊભી થઈ ગઈ છે. સારોલી રોડ પર ટેક્સટાઈલ માર્કેટ બનાવાવના નામે કેટલાક બિલ્ડરોએ વેપારીઓ પાસેથી રૂપિયા ખંખેરી લીધા છે ત્યાર બાદ વર્ષો સુધી માર્કેટનું નિર્માણ જ કરાતું નથી. ત્યારે વેપારીઓએ કોરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવે છે. સારોલી બ્રોકર અને વેપાર સંઘર્ષ સમિતિએ ભોગ બનેલા વેપારીઓ સાથે મિટિંગનું આયોજન કર્યું હતું.

જેમાં 1000થી વધુ વેપારીઓ જોડાયા હતા. કેટલા લોકો ભોગ બન્યા છે અને કેટલા નાણાં ફસાયા છે તેની યાદી હાલ તૈયાર કરવામાં આવી રહી છે. 7 માર્કેટોમાં દુકાનના નામે બિલ્ડરોએ રૂપિયા ઉઘરાવી જમીન વેચી દીધી છે. 20 માર્કેટોનું 7 વર્ષથી કન્સ્ટ્રક્શન ચાલે છે પરંતુ પઝેશન આપ્યું નથી. યાદી તૈયાર કર્યા બાદ બિલ્ડરો દ્વારા દુકાનના પઝેશન માંગવમાં આવશે. જો બિલ્ડરો દ્વારા પઝેશન નહીં આપવામાં આવે તો સમિતિ બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

બ્રોકરો-રોકાણકારોએ કહ્યું, પઝેશન બાકી, બિલ્ડરોએ કહ્યું, ચર્ચાથી હલ મળશે
5 પ્રોજેક્ટ્સ શરૂ જ ન થયા

 • સાલાસર-2
 • શિવ શક્તિ
 • UTC
 • ઓમ ટેક્સટાઇલ માર્કેટ
 • કૅલિસ્ટો-9

7 વર્ષથી નિર્માણાધિન

 • શિવશક્તિ-1
 • UTM
 • સાકેત
 • OTH
 • સ્વસ્તિક
 • કોહિનૂર-2
 • અયોધ્યા માર્કેટ
 • અયોધ્યા મોલ
 • કુબેરજી વેલેન્ટાઇન
 • બોમ્બે ફેન્સી

વિશ્વાસ મોંઘો પડી ગયો
એક પ્રોજેક્ટમાં 2.5 કરોડનું રોકાણ કર્યું હતું. આ સિવાય શ્યામ મંદિર પાસેના પ્રોજેક્ટમાં 50 લાખનું રોકાણ કર્યું હતું. જેની ડાયરી ખત્રી નામના દલાલ પાસે છે. વિશ્વાસ કરવો મોંઘો પડ્યો છે. > રમેશ જૈન, રોકાણકાર

દસ્તાવેજ બાકી, ભાડુ બંધ
દોઢ વર્ષ પહેલાં સ્ટાર અયોધ્યા મોલમાં 65 લાખમાં બે દુકાનો લીધી હતી. સંપૂર્ણ ચુકવણી કરવા છતા દસ્તાવેજ બાકી છે. 20-20 હજારના હિસાબે 8 મહિનાનું ભાડું પણ ચૂકવવાનું બંધ કરી દીધું છે. > પન્ના અરવિંદ પટેલ, રોકાણકાર

જમીન બીજાને વેચી
2016માં શ્રી માર્કેટમાં બુકિંગ કરી 26 લાખની બે દુકાનો બુક કરી હતી. 45 ટકા પેમેન્ટ આપ્યું હતું. 2019માં તે બિલ્ડરે જમીન બીજાને વેચી દીધી હતી. હવે ત્યાં અન્ય પ્રોજેક્ટ બની રહ્યો છે. > વિજય રાદડિયા, રોકાણકાર

જો પઝેશન ન મળે તો કાયદેસરની કાર્યવાહી કરાશે
સારોલી બ્રોકર-વેપાર સંઘર્ષ સમતિના મહેન્દ્ર પટેલે કહ્યું કે, ‘લેભાગૂ બિલ્ડરોએ વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી ટેક્સટાઈલ માર્કેટ બનાવવામાં આવી નથી. કેટલા લોકો ભોગ બન્યા છે તેનું લિસ્ટ તૈયાર કરીશું અને જો બિલ્ડરો સમયસર પજેશન નહીં આપે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.’

અન્ય સમાચારો પણ છે...