ટેક્ષ્ટાઇલ્સ પાર્ક સ્થાપવા મંજૂરી:મિત્રા પાર્કમાં 15 હજાર કરોડનું રોકાણ, 50 હજારને રોજગાર; દેશમાં 7 મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્કને મોદીની મંજૂરી

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં નવસારીના વાંસી–બોરસીમાં પાર્ક બનાવાશે
  • મેગા પાર્કમાં સ્પિનિંગ-વીવિંગ, પ્રોસેસિંગ, ડાઈંગ, પ્રિન્ટિંગ, ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ સહિતનાં યુનિટો સ્થપાશે

વડાપ્રધાન મોદીએ અતિ મહત્વની યોજનાઓમાંથી એક પીએમ મિત્રા પાર્ક યોજના હેઠળ 7 રાજ્યોમાં મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્ક સ્થાપવા મંજૂરી આપી છે. પીએમએ ટ્વીટ કરીને આ 7 રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, યૂપી, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકામાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવા જાહેરાત કરી હતી.

વડાપ્રધાને કરેલી જાહેરાત પ્રમાણે ગુજરાતમાં સુરત પાસે આવેલા નવસારીના વાંસી – બોરસી ખાતે 1142 એકર જગ્યામાં પીએમ મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્ક સ્થાપવામાં આવશે. જેમાં 51 ટકા સ્ટેક કેન્દ્ર સરકારનો હશે. આ પાર્કમાં અંદાજે 15 હજાર કરોડનું રોકાણ થવાની સંભાવના છે. જ્યારે 50 હજારથી વધારે લોકોને રોજગારી મળશે. આ પાર્કમાં ટેક્સટાઈલની વેલ્યુચેઈનના સ્પીનીંગ વેવીંગ, પ્રોસેસીંગ, ડાઈવ, પ્રિન્ટીંગ, ગારમેન્ટ મેન્યુ ફેકચરીંગના યુનિટો સ્થપાશે.

સુરતને પરોક્ષ રીતે લાભ; જમીનના ભાવ ઉંચકાશે, ટ્રાન્સપોર્ટેશન, પેકેજિંગ, હોટલ સહિતના વેપાર-ધંધા વિકસશે
આ પાર્ક બનવાથી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને અસર થશે પરંતુ સાથે સાથે અન્ય સેક્ટરને પણ લાભ થશે, ખાસ કરીને નવસારીની આસપાસ અને સુરતના આભવા ગામની આસપાસ જમીનના ભાવમાં વધારો થશે અને નવુ ડેવલપમેન્ટ થશે, ટ્રાન્સપોર્ટેશન, એફએમસીજી, પેકેજિંગ, હોટલ ઈન્ડસ્ટ્રીના આડકતરી રીતે લાભ થશે.

1142 એકર જમીનનો આ ઉપયોગ

  • 50% મેન્યુફેક્ચરિંગ યુનિટો સ્થાપવા માટે ઉપયોગ કરવાનો રહેશે
  • 20% યુટીલિટી-પાવર, વોટર, ઇટીપી અને ઝીરો લિકવિડ ડિસ્ચાર્જ માટે
  • 10% હોટેલ-કન્વેન્શન સહિતની સુવિધાઓ માટે કરવામાં આવશે
  • 10% કામદારોના આવાસ,આરોગ્ય, હોસ્પિટલ સહિતની સુવિધા માટે
  • 05% લોજીસ્ટિક, આઇસીડી-બોન્ડેડ વેરહાઉસ માટે કરવામાં આવશે
  • 05% રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ટ્રેનિંગ અને ટેસ્ટિંગ ફેસિલિટી માટે કરાશે

સુરતને નવી ઓળખ મળશે
સુરતનો કાપડ ઉદ્યોગ વાયુવેગે વધશે, જેનાથી વિશ્વમાં નવી ઓળખ મળશે. ગત વર્ષે આ યોજના જાહેર કરાઇ હતી ત્યારે ચેમ્બરે આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.’ - હિમાંશુ બોડાવાલા, પ્રમુખ, ચેમ્બર

મોટી ઈન્ડસ્ટ્રી સ્થાપી શકાશે
પાર્કને કારણે મોટી ઈન્ડસ્ટ્રી ઉભી થશે, જેમાં તમામ સુવિધાઓ હશે. બેન્ક, હોસ્પિટલ, વર્કરને રહેવા માટેની જગ્યા, પોલ્યુશનને રોકવા માટે કોમન બોઈલર, સોલાર પેનલ પણ લગાવાશે. - પ્રમોદ ચૌધરી, ઉદ્યોગપતિ

આંતરાષ્ટ્રીય પ્રોડક્ટ બનશે
આ પાર્કમાં 51 ટકા સ્ટેક રાજ્ય સરકારનો હશે. અત્યંત આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર અપાશે. આંતરાષ્ટ્રીય કક્ષાની પ્રોડક્ટો બનશે. 50 હજારથી વધુ રોજગારી મળશે.’ - દર્શના જરદોષ, કેન્દ્રીય-રાજ્ય ટેક્સટાઇલ મંત્રી

ડાઈંગ હાઉસને ખસવાનો મોકો
શહેરના 50થી વધુ ડાંઈગ હાઉસને ખસવાનો મોકો મળશે. સસ્તા ભાવે જમીન મળશે. એન્વાયરમેન્ટને લગતી સુવિધા હશે. એક્સપોર્ટ માટેનું કાપડ બનશે. - કમલ તુલસ્યાન, ટેક્સટાઇલ ઉદ્યોગપતિ

અન્ય સમાચારો પણ છે...