તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રૂપિયા 22 હજાર કરોડના બોગસ બિલિંગ કાંડમાં હવે આઇટી વિભાગે પણ તપાસ પોતાના હાથમાં લીધી છે. ખાસ કરીને ક્રેડિટ અને રિફંડના સહારે કરોડો રૂપિયા કમાનારા કૌભાંડીઓ છેવટે બેનંબરના રૂપિયાનું રોકાણ મોટાભાગે રિઅલ એસ્ટેટમાં કર્યું હોવાની બાતમી મળ્યા બાદ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આઇટી વિભાગ મુખ્ય કૌભાંડી અને તેની ફરતેના લાભ લેનારાઓના આર્થિક વ્યવહારોની તપાસ કરી રહ્યુ છે. આવકવેરા વિભાગે જીએસટી પાસે પણ આ અંગેની વિગતો માગી છે. રાજયના કુલ 56 કેસની વિગતો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરે્કટ ટેકિસસના માધ્યમથી મળી છે.
ઉમંગ પટેલના કેસમાં 40 કરોડ બાંધકામ ક્ષેત્રે
ઉમંગ પટેલના કેસમાં તો 40 કરોડની આઇટીસી બાંધકામ ક્ષેત્રે જ પાસઓન કરવામાં આવી હતી જેમાં શહેરના કેટલાંક મોટાગજાના બિલ્ડરોએ પણ લાભ ઉઠાવ્યો હતો. હાલ આ કેસમાં તપાસ અધિકારી બિલ્ડરો, કોન્ટ્રાકટરો પાસે ક્રેડિટ પરત ખેંચી રહ્યા છે. આ ઉપરાંત ઇમ્તિયાઝ ગોડિલ, પીલાના કેસમાં પણ અધિકારીઓ રૂપિયા છેલ્લે ક્યાં રોકાયા એ્ની તપાસ કરી કરવા લાગ્યા છે.
રિબેટ સ્કેન્ડલમાં પણ આવું જ થયુ હતુ
રિબેટ કૌભાંડમાં પણ મોટાભાગના રૂપિયા રિઅલ એસ્ટેટ ક્ષેત્રે જ રોકાયા હતા, પરંતુ જે તે વખતે પણ આઇટીએ તપાસ કરી ઇઓયુ કૌભાંડીઓના કેસ ખોલ્યા હતા. બોગસ બિલિંગ કાંડમાં પણ આજ કહાણી રિપિટ થઈ રહી છે.
બેનામી મિલકત હેઠળ કેસ ચાલશે
અધિકારીઓને મળેલી બાતમી મુજબ બોગસ બિલિંગ આચરીને જે કૌભાંડીઓએ જમીન તેમજ મકાનની પણ ખરીદી કરી છે. આ તમામની મિલકતોના મામલાનો કેસ બેનામી મિલકત ધારા હેઠળ ચલાવવામાં આવશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.