તપાસના આદેશ:સચિનમાં ચાલતા ડીજીટલ ગ્રામીણ સેવાના સેન્ટરની તપાસના આદેશ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામીણ સેવાના નામે સરકારી યોજનાના લાભ અપાવવાનું કહી રૂપિયા વસુલાતા હોવાની ફરિયાદ ઉઠતા ક્લેકટરે નિર્ણય કર્યો

સચિનમાં ડીજીટલ ગ્રામીણ સેવાના નામે ઓફિસ ખોલીને સરકારી યોજનાનો લાભ અપાવવાના નામે લોકો પાસે નાણા ઉસેટવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠતા જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. સચિનમાં સ્ટેશન રોડ ઉપર આવેલા ક્રિષ્ના કોમ્પ્લેકસના દુકાન નંબર-127માં ડીજીટલ ગ્રામીણ સેવાના નામે કેટલાક લોકો દ્વારા ઓફિસ શરૂ કરવામાં આવી છે. આ ઓફિસમાં વિધવા સહાય પેટે રૂ.1.90 લાખ સુધીની સરકારી સહાય અપાવવાના નામે જરૂરીયાતમંદ પાસેથી એક હજાર જેટલી રકમ પડાવી લેવામાં આવતી હોવાની જિલ્લા કલેકટર આયુષ ઓકને ફરિયાદ મળી હતી.

ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઇને કલેકટરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. ઓલપાડ પ્રાંત ઓફિસર ચેતન ઉંઘાડએ જણાવ્યું હતું કે, મામલતદારને તપાસ સોપાઇ હતી. ચોર્યાસી તાલુકાના મામલતદાર બી.પી.સકસેનાએ સ્થળ તપાસ કરી અહેવાલ સોપ્યો છે. આ અહેવાલ મુજબ પોલીસ તપાસ કરાવી ફોજદારી કરાશે.આ સેન્ટર પર આધારકાડ,ચુંટણી કાડ, આયુષ્યમાન કાડ, ઇ-શ્રમ કાર્ડ તેમજ ઇ-નિમાર્ણ કાર્ડ,સ્કોલરશીપ કાર્ડ, સરકારી પરીક્ષાના રજિસ્ટ્રેશન, ઇન્સ્યોરન્સ સહિતની 22 પ્રકારની સેવા માટે ચાર્જ વસુલતા હતા.

આઘાર કાર્ડ તેમજ પાન કાર્ડ સહિતની કીટ સચિનમાં કેવી પહોંચી એ તપાસનો વિષય
આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ સહિત રેશનકાર્ડ વગેરે માટે સરકારી કચેરીની કીટ જરૂરી છે. આ કીટ કેવી રીતે બહાર પહોચી તે મહત્ત્વની બાબત છે. સરકારી કચેરી બાયોમેટ્રિક ડેટ સેવ્ડ કરવા એક કીટ બનાવી છે. જે કલેકટરે અધિકૃત કરેલા કેન્દ્ર સિવાય કશે મળી શકે નહિં.આ કીટ સચિનમાં કેવી રીતે પહોંચી એ તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...