કાર્યવાહી:બોગસ બિલિંગમાં તપાસ, મહિનાઓથી ઓફિસ બંધ છતાંય કરોડોનું ટર્નઓવર

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ પેઢીઓનાં વેરિફિકેશને ચાલુ, મોટા પાયે ગેરરીતિ મળવાની શક્યતા

બોગસ બિલિંગની આશંકા સાથે રાજયભરમાં 200થી વધુ જગ્યાએ પાડવામાં આવેલા દરોડામાં મોટાપાયે ગેરરિતી મળી આવે એવા સંકેત તપાસ અધિકારીઓએ આપ્યા છે. બોગસ ટ્રાન્ઝેકશનની તપાસ અને તેના આધારે લેવાયેલી આઇટીસીની ગણતરી પણ હાલ ચાલી રહી છે. સૂત્રો કહે છે કે અનેક જગ્યાએ સ્થળ તપાસમાં શંકાસ્પદ હિલચાલ મળી આવી છે. દુકાનો-ઓફિસો મહિનાઓથી બંધ હોવા છતાં ટ્રાન્ઝેકશન થયા હોવાની પણ શંકા છે.

ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજયમાં શનિવારની સવારથી કુલ 205 જગ્યા દરોડા પાડી 100થી વધુ પેઢીઓને આવરી લેવામાં આવી હતી જેમા સુરત અને દક્ષિણ ગુજરાતની કુલ 25 જેટલી પેઢીઓ હતી. અધિકારીઓ કહે છે કે હાલ તમામ જગ્યાએ જપ્ત કરાયેલાં કાગળો અને કોમ્પ્યુટરનું વેરિફકેશન ચાલી રહ્યુ છે. ડિપાર્ટમેન્ટ એ પણ જોઇ રહ્યુ છે કે કોઈ જેન્યુઅન વેપારી ફસાઈ ન જાય.

ઇકો સેલના કેસમાં રિકવરી જીએસટી કરશે
જીએસટીના સૂત્રો કહી રહ્યા છે કે ઇકો સેલ દ્વારા જે કેસ કરવામાં આવ્યો છે તેમાં રિકવરી સત્તા પોલીસ પાસે ન હોવાથી તેની રિકવરી જીએસટી વિભાગ જ કરશે. નોંધનીય છે કે તેમાં 100 કરોડથી વધુની આઇટીસીનો મામલો છે અને 1200 કરોડથી વધુના ટ્રાન્ઝેકશન છે.

અન્ય સમાચારો પણ છે...