તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:લો વિભાગના કો-ઓર્ડિનેટરનું અપમાન કરનારા સામે તપાસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિન્ડિકેટ સભ્ય રબારીએ અપમાન કર્યું હતું
  • 3 સભ્યોની કમિટી રિપોર્ટ યુનિવર્સિટીને સોંપશે

વીર નર્મદ યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટના કો. ઓડિનેટર વિમલ પંડ્યાએ સિન્ડિકેટ સભ્ય ડો. ભાવેશ રબારી સામે કાર્યવાહીની માંગ કરતા તપાસ કમિટી મૂકાઈ છે.થોડા દિવસ પહેલા જ કો. ઓડિનેટર ડો. વિમલ પંડ્યાએ રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરી કે, લો ડિપાર્ટમેન્ટમાં સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ મને કહ્યું કે, ડિપાર્ટમેન્ટમાં એબીવીપી કાર્યક્રમો કરી રહી છે. જેથી મે તરત જ મારા સ્ટાફ સાથે ભાવેશની ઓળખાણ કરાવી ખુલાસો કર્યો હતો.

સિન્ડિકેટ સભ્ય ભાવેશે મારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડે તેવા શબ્દ પ્રયોગ કર્યા હતા અને મારી સામે ગેરકાયદેસર કામ કરવા દબાણ કર્યું હતું. જેથી રબારી સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. ફરિયાદ પછી રજિસ્ટ્રારે કિરણ ઘોઘારી, ચિંતન પાઠક અને રૂપેશ દવેની તપાસ કમિટી બનાવી હતી. જે હવે અાગામી દિવસોમાં તપાસ કરીને રિપોર્ટ યુનિવર્સિટીને આપશે. સિન્ડિકેટ સભ્ય ડો. ભાવેશ રબારીએ જણાવ્યું કે, ભૂતકાળમાં ઘણા વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ સમયે અધિકારીઓને રૂમમાં પૂરી ખરાબ ભાષામાં વાત કરી હતી. જેથી તેમના સ્વભિમાનને પણ ઠેસ ન પહોંચે તે માટે તપાસ કમિટી રચાય એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...