નૃત્યને જીવન અર્પણ:પ્રાચીન અને અર્વાચીને નૃત્યશૈલીનો સમન્વય કરી યુવા પેઢીને રજુ કર્યું હતું

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાચીન અને અર્વાચીને નૃત્યશૈલીનો સમન્વય કરી યુવા પેઢીને રજુ કર્યું હતું

નવસારીના કથ્થક તથા કથકલીના નર્તક, પદ્મશ્રી અસ્તાદ દેબુનું 10 ડિસેમ્બરે સવારે 73 વર્ષની જૈફ વયે માંદગીને કારણે નિધન થયુ હતું. અસ્તાદ દેબુ છેલ્લા 15 દિવસથી મુંબઇ સ્થિત તેમના ઘરે બીમાર હતા.

દુનિયાના 70થી વધુ દેશોમાં પર્ફોમન્સ આપી કથ્થક અને કથકલીમાં નામ બનાવનાર અસ્તાદ દેબુનો જન્મ 13 જુલાઈ, 1947માં થયો હતો. નાનપણથી જ નૃત્ય પ્રત્યેની લાગણીએ આસ્તાદને કથ્થક અને કથકલી પ્રત્યે આકર્ષિત કર્યા હતા. આસ્તાદ દેબુએ કથ્થક ગુરૂ પ્રહલાદ દાસ અને કથકલી ગુરૂ ઈ. કે. પનીક્કર પાસેથી તાલીમ લઈ બંને નૃત્યમાં નિપુણતા મેળવી હતી.

તેમણે આધુનિક અને જૂના જમાનાના ભારતીય નૃત્યને એક કર્યું અને યુવા પેઢી સામે રજૂ કર્યું. જેના દ્વારા આસ્તાદ દેબુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નર્તક બન્યા અને તેમની સાથે નવસારી પણ આંતરરાષ્ટ્રીય ફલક પર ગૌરવ અપાવ્યું હતું. 1995માં સંગીત નાટ્ય અકાદમી પુરસ્કારથી અને 2007માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેઓ અસ્તાદ દેબુ ડાન્સ ફાઉન્ડેશન થકી દિવ્યાંગ બાળકોને મદદ કરતા હતા. તેઓ સમયાંતરે નવસારી પણ આવતા હતા.

બોલીવુડ ફિલ્મોમાં પણ કરી હતી કોરિયોગ્રાફી
નૃત્યની દુનિયામાં સતત પચાસ વર્ષ સુધી તેમણે સ્ટેજ પ્રોગ્રામ્સ કરવા ઉપરાંત અનેક યુવાનોને તાલીમ આપી હતી.દેબુએ બોલિવૂડમાં મણી રત્નમ અને વિશાલ ભારદ્વાજ જેવા ધુરંધરો સાથે કામ કર્યું હતું. એમને સંગીત નાટક એકેડેમી એવોર્ડ અને પદ્મશ્રીની નવાજેશ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...