તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:નશાની હાલતમાં બે મિત્રોનો એકબીજા પર ચપ્પુથી હુમલો, સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મગદલ્લા ઓએનજીસી બ્રિજની નીચે તાડીનો નશો કરી બે મિત્રોએ જુની અદાવતમાં એકબીજા પર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેના કારણે બંનેનેે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉમરા પોલીસે સામ-સામી હત્યાની કોશિશનો ગુનો ભરત બાબુ રાઠોડ અને મનીષ રાજુ રાઠોડ સામે નોંધ્યો છે. પિપલોદ સારસ્વત નગરમાં રહેતા મનીષ રાજુ રાઠોડનો સાતેક વર્ષ પહેલા, જયારે પિપલોદ હળપતિવાસમાં રહેતો હતો તે વખતે મહોલ્લામાં રહેતા ભરત બાબુ રાઠોડ જોડે મારામારી થઈ હતી. આ ઝઘડાની અદાવતને કારણે મનીષ રાઠોડે બદલો લેવા આ હુમલો કર્યો હતો. 15 દિવસ પહેલા મનીષ રાઠોડ, ભરત રાઠોડ સાથે બોલતો થયો હતો. 

અન્ય સમાચારો પણ છે...