ઉધના-મગદલ્લા રોડ સ્થિત નર્મદ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ત્રાટકેલા તસ્કરોએ મેનેજરની ઓફિસની દિવાલમાં બાકોરૂ પાડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બેંકનું સેફ ઉપરાંત એટીએમ તોડવામાં સફળ નહીં થતા માત્ર એક મોબાઇલ ફોન ચોરીને ભાગી ગયા હતા.
સીસીટીવી કેમેરામાં તોડફોડ અને DVR બંધ કરી દીધું
શહેરના ઉધના-મગદલ્લા રોડ સતત વાહન વ્યવહારથી ધમધમતો રહે છે તેવા સંજોગોમાં વીર નર્મદ યુનિવ સટીની ગર્લ્સ હોસ્ટલની બાજુમાં આવેલી યુનિયન બેંકમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ બેંક મેનેજરની ઓફિસની દિવાલમાં બાકોરૂ પાડી અંદર ઘુસી સીસીટીવી કેમેરાની તોડફોડ કરવા ઉપરાંત ડીવીઆર બંધ કરી દીધું હતું અને બેકનું સેફ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા નહીં મળતા એટીએમ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો.
બેંકમાં લાખો રૂપિયા ચોરી થતાં બચી ગયા
પરંતુ તે પણ નહીં તૂટતા બેંકની અંદર અન્ય સરસામાનની તોડફોડ કરી બે દિવસ અગાઉ બેંકની રિજનલ ઓફિસ દ્વારા ફાળવવામાં આવેલો સેમસંગ કંપનીનો એક મોબાઇલ ફોન ચોરીને ભાગી ગયા હતા. ઘટના અંગે આજે સવારે સિક્યુરીટી ગાર્ડએ મેનેજર સારંગપાણી રાજકુમાર ગૌડે કંટ્રોલ રૂમમાં ફોન કરતા ઉમરા પોલીસ તુરંત જ ઘસી ગઇ હતી. પોલીસે ચોરીની ફરીયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બેંકમાં લાથો રૂપિયા હતા પરંતુ તસ્કરો સેફ તોડવામાં નિષ્ફળ જતા બચી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.